________________
૩૯૨
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
તલસાટ ક્યારે કહેવાય ? સંસારમાં નાલેશી જ દેખાય ત્યારે મોક્ષનો તલસાટ આવે. સંસારમાં જેને નુકસાન જ દેખાય, સંસારમાં કંઈ લાભ જ નથી. પાર વિનાનું નુકસાન થાય છે. આને છોડી દ્યો, એકાદ ધર્મને પકડી લ્યો તો આવતા ભવમાં તો જરૂર ક્ષપકશ્રેણી મંડાશે. જુઓ પર્યુષણ પર્વ આવે છે. ૮ દિવસ એકાસણાં-બેસણાં કરવાં છે ? એ.સી.ફ્રીઝ, ટી.વી.બંધ કરવાં છે ? જે કાયયોગનો ધર્મ કરવા તૈયાર નથી તેને મનોયોગનો ધર્મ ક્યાંથી આવશે ? આઠમી દૃષ્ટિમાં કોઈ ધર્મક્રિયા કરવાની રહેતી નથી.
પરોપકારિત્વ અહીં જીવોને લાભ દેખાય તે પ્રમાણે પરોપકાર કરે છે. આત્મસ્વરૂપમાં રહીને પરોપકાર કરે છે. પહેલાં સ્વોપકાર પછી પરોપકાર કરે છે. જીવોનાં ભવ્યત્વ અનુસારે પરોપકાર કરે છે. અવધ્ય અર્થાત્ અમોઘ ક્રિયા હોય છે. જે ઉપદેશાદિની ક્રિયા કરે તે અવશ્ય સફલ જ થાય છે.
આઠમી દૃષ્ટિમાં બિરાજમાન આવા આત્માનાં દર્શન પણ પુણ્યથી થાય છે. અધિક પુણ્યથી પરિચય પ્રાપ્ત થાય છે. અધિક પુણ્યથી વાર્તાલાપનો પ્રસંગ બને છે. અહીં સમાધિ છે. વિકલ્પો નથી. ઉપશમ પ્રધાન સુખ છે. આત્મા સ્વરૂપમાં ડૂબેલો છે. પદાર્થનું દર્શન છે. અસર નથી. પદાર્થદર્શન થવા છતાં પદાર્થની અસર ન થવી એ સમાધિ છે. પદાર્થ અસર મૂકે તો સમાધિ નથી.
આજે સંસારી જીવો માટે તો મનને ક્રિીડા કરવાનું સ્થાન દેહ છે. રાત-દિવસ એને સાચવ્યા કરે છે. “દેહ એ સુખનું સાધન નથી.” પણ “દેહ એ ધર્મનું સાધન છે” એ વાત બરાબર બેસે ત્યારે ઊંચી કોટીનો ધર્મ થશે. શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય એ આત્માની શુદ્ધ અવસ્થા છે.
પ્રશ્ન : એકથી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ છે અને પછીની ચાર દૃષ્ટિમાં સમ્યક્ત્વ છે તો આઠે દૃષ્ટિને સર્દષ્ટિ કેમ કહો છો ?
ઉત્તર : સમ્યગૂ છે દષ્ટિ જેની એવા યોગીની આ આઠ દૃષ્ટિ છે. પ્રથમની ચાર દષ્ટિ એ પાછળની ચાર દૃષ્ટિને પામવાનું સાધન છે. છેલ્લી ચાર દૃષ્ટિ પામવા માટે એકથી ચાર દૃષ્ટિ પામવી એ અતિશય જરૂરી છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને આઠેને સમ્યગ્દષ્ટિ કહી છે. શેલડીમાંથી સાકર બને છે. તેની ૮ અવસ્થા છે. (૧) શેલડી (૨) રસ (૩) કાવો (૪) ગોળ. મિત્રાદિ ચાર જેવી આ અવસ્થા છે. (૫) ખાંડ (૬) શર્કરા (૭) મસ્યડી (૮) વર્ષોલક. સ્થિરાદિ જેવી આ ચાર અવસ્થા છે. શેરડી જ રસરૂપે પરિણમે છે, રસ કાવા રૂપે પરિણમે છે અને કાવામાંથી ગોળ થાય છે. પૂર્વ પૂર્વમાંથી ઉત્તર અવસ્થા પ્રાપ્ત થાય છે. ઉત્તરોત્તર રુચિ, તત્ત્વબોધ, જિજ્ઞાસા વગેરે વધે છે. શેલડીમાં જેમ મીઠાશ વધે છે. તેમ અહીં દૃષ્ટિમાં સંવેગરૂપમાધુર્ય વધે છે. સંસાર મારું સ્વરૂપ નથી એ પ્રતીતિ દઢ થતી જાય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org