________________
આઠમીદદિ પરા
આ આઠમી પરા દૃષ્ટિમાં ચંદ્રની ચાંદની સમાન બોધ હોય છે. સાતમી પ્રભાષ્ટિમાં સૂર્યના પ્રકાશ સમાન તેજસ્વી બોધ છે. અહીં બોધમાં શીતળતા, આલ્હાદકતા છે. અહીં વિકલ્પ નથી. આત્મા સ્વરૂપમાં જ ઠર્યો છે. સમાધિમાં જ રહે એટલે વિકલ્પ નથી, ગમે તે ક્રિયા કરે તો એકપણ વિકલ્પ ઊઠે જ નહીં તેનું નામ સમાધિ. અહીં મનનું સમાધાન થઈ ગયું છે, મનની અસ્વસ્થતા શમી ગઈ છે ઉપશાંત અવસ્થા ખીલી ઊઠી છે. મનનું કાર્ય વિચાર, ચિત્તની અસ્વસ્થતા, ચિત્તના વિકલ્પ અહીં નથી. કેવળજ્ઞાનની નિકટની અવસ્થા તે સમાધિ છે. હજી ઘાતી કર્મનો ક્ષય નથી. છતાં આટલો બધો આનંદ છે. તો કેવળજ્ઞાનનો આનંદ તો કેવો ય હશે ? સંસારમાં બીજું બધું મેળવશું તોય મજૂરી ઊભી છે. સંસારમાં મજૂરીનો અંત નથી ગુલામીનો અંત નથી, નાલેશીનો પાર નથી. ત્રાસનો સુમાર નથી, વિડંબનાનો અંત નથી. એનું નામ સંસાર છે. ઉપશમભાવ પામો તો મજૂરીનો અંત આવે છે. અહીં બધું ભેગું કરો. પાછું મૂકી ઘો, ચાલ્યા જાવ, નવું ઊભું કરો. આ જ સંસાર છે ને ? બાપાએ પરણાવ્યા એટલે પરણી બેઠા–એવું જ છે ને ? લાભ નુકસાનનો વિચાર કર્યો ? હું તો દરેક ભાઈ-બેનને કહું છું કે સ્કૂલ-કોલેજનું ભણતર પૂરું કર્યા પછી સીધા પરણી જવા કરતાં બે-ચાર મહિના સાધુ-સાધ્વી પાસે રહેવું જોઈએ. માત્ર જમવા જ ઘરે જવાનું, બાકીના બાવીસ કલાક તેમની જોડે રહેવું. વૈરાગ્ય થાય તો ભલે નહીંતર લગ્ન તો છે જ. પણ વૈરાગ્ય માટેની તક તો ઊભી રાખો. પ્રતિક્રમણાદિ ક્રિયા ચડવા માટે હતી. જેમ જેમ સાધનામાં આગળ વધવાનું બને છે તેમ તેમ નીચે નીચેની ક્રિયા ઘટતી જાય છે. આત્માનો આનંદ વધતો જાય છે. ધર્મ આવ્યા પછી કષાયો ઘટતાં જાય, વિકલ્પો ઘટતા જાય, પ્રવૃત્તિ ઘટતી જાય, લોકસંપર્ક ઘટતો જાય એ જ ચારિત્ર, ઉપશમભાવ આવતાં નીચે નીચેની ધર્મક્રિયા પણ છૂટતી જાય છે અને આત્માનુભૂતિ સ્પષ્ટ બનતી જાય છે.
પ્રશ્ન : આવું કેટલા કાળે થાય ?
ઉત્તર : તમને પૂછું કે કરોડપતિ કેટલા વખતે થવાય ? આનો જવાબ આપી શકાય છે ? જે ચીજ પુરુષાર્થને આધીન છે તે યોગ્ય પુરુષાર્થ કર્યા પછી મળે છે. અધ્યાત્મ પામવા માટેનો તલસાટ કેટલો વધારે છે ? તલસાટ જેટલો વધારે તેટલો પુરુષાર્થ વધશે. જ્ઞાન ઓછું ચાલે, ક્રિયા વગેરે બધું ઓછું ચાલે પણ તલસાટમાં ન્યુનતા ન ચાલે. ૧૫૦૦ તાપસના પ્રસંગમાં પણ તલસાટની મુખ્યતા રહી છે તેઓ ઇતર કૂળમાં જન્મ્યા હતા પહેલું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org