________________
૩૮૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આપે તોય, ચાલે તોય, સામે જુવે તોય, આંખ સામે આંખ મિલાવે તો ય વૈરભાવ નીકળી જાય છે. સામો આત્મા તેની દરેક ક્રિયાથી ધર્મ જ પામે એવી તેની ભૂમિકા હોય છે. ગુરુ પણ દૃષ્ટિપાત, શક્તિપાત, સ્પર્શપાત, અને ઉપદેશથી શિષ્યનું કલ્યાણ કરી શકે છે. ગુરુની દૃષ્ટિ પડે અને કલ્યાણ થઈ જાય. ગુરુના ચરણ સ્પર્શથી પણ કેટલાયનું કલ્યાણ થઈ જાય છે. ઉપદેશથી થતું કલ્યાણ તો પ્રસિદ્ધ જ છે. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદના માથે સંકલ્પના બળે હાથ મૂક્યો તો સ્પર્શમાત્રથી ગુરુની શક્તિનો શિષ્યમાં સંચાર થયો. તે માટે શિષ્ય ખાલી receptive સન્મુખ બનવું પડે છે. અને માટે જ ગુરુના ચરણોમાં નમસ્કાર કરવાનો આપણે ત્યાં વિધિ છે અને તે વખતે ગુરુ મસ્તકે હાથ મૂકે છે. પગ, હાથ, ચક્ષુ દ્વારા વધુમાં વધુ પગલો બહાર નીકળે છે. ઉપદેશ દ્વારા તો લાભ છે છે ને છે જ, દૃષ્ટિની સાથે દષ્ટિ મળે તો ય ન્યાલ થઈ જઈએ. આ દૃષ્ટિમાં રહેલ જીવ જે કાંઈ બોલે તે સાર્થક જ બોલે છે. આત્માની શુદ્ધિ વધે છે. વિચારથી, વચનથી, ઉચ્ચારથી એમ અનેક રીતે બીજાનું કલ્યાણ થઈ શકે છે. આવી શક્તિ ન હોય તેઓ પણ સ્વ–પરના કલ્યાણની કામનાથી ઉપદેશ આપી શકે છે.
જ એક પાદરીની વાત છે. એ બાળક હતો. નાનપણમાં એક વાર પોતાની બેન જોડે પાપ થઈ ગયું છે. બધાને કહે છે હું બહુ પાપી છું. ઘરની બહાર નીકળી ગયો અને જંગલમાં નદી, નાળા, ઝાડ વગેરે પાસે પણ પોતાના પાપનું રુદન કરે છે. આજંદન કરે છે. આવી રીતે સાત વર્ષ પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. એક વખત એક ટેકરી ઉપર તે ગયો. ત્યાં એક રક્તપિત્તિયો તેના ચરણનો સ્પર્શ કરે છે અને રોગ નીકળી જાય છે. રક્તપિત્તિયો સારો થઈ ગયો. મૈત્રી–પ્રેમ–વાત્સલ્યથી ભાવિત થયેલા આત્માને જે કોઈ સ્પર્શ કરે છે તેના રોગો નાશ પામે છે. જેને આખી સૃષ્ટિ પ્રત્યેની * આત્મીયતાનો ભાવ સ્પર્યો છે તેના શરીરમાંથી નીકળતા મેલ, ચંડિલ, માગું, સ્પર્શ વગેરે બધી જ ચીજો ઔષધિરૂપ બની છે. આ દૃષ્ટિનો આવો પ્રભાવ
* એક વખત આનંદઘનજી મહારાજ બેઠા છે. એક સાધકે વર્ષો સુધીની સાધના પછી સુવર્ણરસ મેળવેલો છે. તેને થયું કે આ વસ્તુ હું કોઈ ઉત્તમ યોગ્ય આત્માને આપું અને એમ વિચારી એક શીશો ભરી પોતાના સેવક દ્વારા રસ મોકલ્યો. આનંદઘનજીએ તે રસ લઈને ત્યાં રાખ હતી તેના ઉપર નાંખી દીધો. પેલો માણસ તો દિંગ થઈ ગયો. આટલાં વર્ષોની મહેનત પછી મેળવેલી આ વસ્તુની આ દશા જોઈ પોતે ખિન્ન બની જાય છે, મહારાજ ! આ શું કર્યું ? તેના જવાબમાં આનંદઘનજીએ પેશાબ કર્યો તે શીશામાં પોતાનો પેશાબ ભરીને મોકલ્યો. સેવકે ત્યાં જઈને જે બન્યું હતું તે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org