________________
૩૮૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
અને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિર્ય આ પાંચ સાથે પાંચ મળ્યા. શરીરની સાથે આત્મપ્રદેશો મળ્યા. એમાં અજપાજાપરૂપે, “હું દેહ છું' એવો વિચાર ચાલુ થઈ ગયો. આ જાપ છૂટે તો આ ખીચડો થયેલો છે તે છૂટે.
ધર્મક્રિયામાં જ ધર્મ છે એ આપણો ભ્રમ છે. ધર્મક્રિયા દ્વારા પ્રાપ્ત થતો ઉપશમભાવ એ જ ધર્મ છે અધ્યાત્મ મેળવવું હોય તો હું આત્મા છું, હું આત્મામાં છું. હું દેહમાં નથી. કષાયમાં નથી. હું ક્ષમાદિ ગુણોમાં છું. એવું સતત વિચારવું. આમાંથી ધ્યાન લાગે અને સ્વરૂપની પ્રાપ્તિ થાય. આજે આપણી આખી ચિત્તવૃત્તિ હું દેહ છું એ વિકલ્પથી એમાં રંગાયેલી છે એથી જે વિકલ્પો આવે તે મોટા ભાગે અશુભ જ આવે અને જો શુભ વિકલ્પો આવે તો તે પુર્યાબંધ જ કરાવે છે. “હું આત્મા છું' આ ઘૂંટાય પછી જે વિકલ્પો આવે છે તે નિર્જરા કરાવે છે. અત્યાર સુધી આપણે જે ધંધો કર્યો છે તે ખોટનો જ ધંધો કર્યો છે. લાભ થયો જ નથી. લાભ તો હવે કરવાનો છે. હવે તો આની પાછળ પડવું પડશે. ક્ષત્રિયની જેમ “કરેંગે યા મરેંગે' એવો દઢ સંકલ્પ કરો તો જ શૂરાતન આવે અને વિજય મળી શકે. હવે તો કર્મનો ભુક્કો બોલાવીને જ રહેવું છે. એવો દઢ સંકલ્પ કરવો જ પડશે. કારણ કે સંકલ્પ એ જ સિદ્ધિનું પાવરહાઉસ છે. અનંતજ્ઞાન, અનંત આનંદ એ આપણી મૌલિક સંપત્તિ હોવા છતાં આત્મામાં કર્મલૂંટારા પેસી ગયા છે. આપણા ઘરમાંથી આપણને “ગેટ આઉટ' કર્યા છે. આપણા ઘરમાં આપણો પ્રવેશ નહીં ! એ ઓછી કરુણતા છે ! તમારા ઘરમાં ગુંડા પેસી ગયા હોય અને તમને ઘરમાં જવા ન દે તેવી દશા આપણી છે. આ શરમજનક સ્થિતિ છે. આ વિડંબના નથી ? આ નાલેશી નથી ? ઘર તમારું અને માલિકી બીજાની ચાલે ? મોરારજીભાઈ કહે છે કે મૂર્ખાઓ ઘર બાંધે છે. અને ડાહ્યાઓ રહે છે. ભાડે આપવા માટે ઘર બંધાતાં હશે ? ઘર તે બાંધ્યું, મજૂરી તેં કરી, પૈસા તેં નાંખ્યા અને માલિક બીજાને બનાવ્યો. આમાં કંઈ બુદ્ધિમત્તા છે ? આપણા કરતાં ગાયો સારી કે સૂર્યાસ્ત થાય ને ઘર તરફ પાછી વળે છે. તમને જીવનની સંધ્યા દેખાતી નથી. ઘર યાદ આવે છે ? ઉપશમભાવ એ ઘર છે. આત્માનું ઘર છે. સંસારની કોઈ પણ ચીજની પ્રાપ્તિથી દુઃખનો અંત નથી, પારકી ચીજ ગમે તેવી મળે તોય રાજી થવા જેવું નથી. એનાથી રાજી થવું એ અજ્ઞાનતા છે. બહાર જે થવું હોય તે થયા કરે તમે ત્રણે યોગની સાધના કરવા માંડો. કાયાની સ્થિરતા અને વાણીનું મૌન એ ધ્યાન માટે ઉપકારી બને છે. મનથી કંઈ પણ ન વિચારવું. નિર્વિચાર, નિર્વિકલ્પ અવસ્થામાં રહેવું તે મનનું ધ્યાન છે. મનનું મૌન એ આર્યમૌન છે. મનને શાંત કરી દેવું, વિકલ્પો ન ઊઠવા દેવા, ઊઠે તો તરત શાંત થઈ જાય તે માટે સાધના કરવાની છે આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org