________________
૩૮૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આત્મા ઉપરથી ઘણાં બધાં આવરણો નીકળી ગયેલાં છે. ચૈતન્યની શક્તિ ઘણી બધી બહાર નીકળી રહી છે. આવો સૂક્ષ્મ બોધ નિરંતર ધ્યાનનું કારણ છે. અહીં આવેલા મોટેભાગે ધ્યાનમાં વર્તતા હોય છે. કારણ કે ધ્યાનને બગાડનાર વિકલ્પો નથી ઊઠતા. ઊંચી કોટિની આત્મઅવસ્થા અહીં છે. વિકલ્પ ખરાબ છે એ વાત અંદરમાં આવે ત્યારે ઊંચી કોટીની દશા પ્રાપ્ત થાય છે સંસારી ગમે તેટલો સુખી હોય તો એના ચિત્તમાં શાંતિ, સમાધાન, સંતોષ, સમાધિ, તૃપ્તિ, સ્થિરતા નહીં હોવાની. કારણ કે અઢળક સંપત્તિ વચ્ચે પણ જીવને સંસારમાં નવા નવા વિચારો આવ્યા જ કરતા હોય છે. નવા નવા વિકલ્પો ઊઠ્યા જ કરતાં હોય છે. અશુભ વિકલ્પોથી ચિત્તવૃત્તિ બગડે છે. શુભ વિકલ્પમાં કેટલાક વિકલ્પો શુભ પુણ્યબંધ કરાવનારા હોય છે. અને કેટલાક નિર્જરા કરાવનાર હોય છે. તે વિકલ્પો આત્માને સ્વરૂપ તરફ લઈ જાય છે. માત્ર પુણ્યબંધ કરાવનારા શુભ વિકલ્પોથી રાજી થવાનું નથી. આગળ આગળની દૃષ્ટિ ચિત્તવૃત્તિ ખોલી નાખે છે. છઠ્ઠી દૃષ્ટિમાં શુભ વિકલ્પો હતાં અને નિર્જરાનાં સાધક હતાં. ઉપયોગ સ્વરૂપમાં જામવા માંડે પછી વિકલ્પો આવે તે સ્વરૂપ તરફ લઈ જનાર બને છે. સાતમી દૃષ્ટિમાં બોધ એટલો બધો સૂક્ષ્મ બન્યો છે કે બોધમાંથી વિકલ્પો નીકળી ગયા છે એટલે અહીં સતત ધ્યાન હોય છે. ધ્યેય રૂપ પદાર્થમાં એકાગ્રતા એ ધ્યાન છે. ખૂણામાં બેસીએ, પદ્માસન લગાવીએ આંખો મીંચીએ તો જ ધ્યાન આવે એવું નથી.
પ્રશ્ન : આ દૃષ્ટિમાં જીવો આમ જ બેસી રહેતા હશે ?
ઉત્તર : ના, સ્વાધ્યાય, અધ્યાપન, અધ્યયન, ઉપદેશાદિ જે કાંઈ ક્રિયા હાથમાં લે તેની સાથે ઉપયોગ ચોંટી જાય છે. અહીં વિકલ્પો નીકળી ગયા છે. કષાયો શાંત થઈ ગયા છે તેથી તે જે પ્રવૃત્તિ કરે તેમાં ચિત્તની સ્થિરતા સહજપણે આવી જાય છે. દરેક ક્રિયામાં ઉપયોગ સ્થિર બને તેને જ્ઞાની ધ્યાન કહે છે.
પ્રવૃત્તિની શરૂઆતમાં અનુરૂપ વિકલ્પ હોય, પણ ઉપયોગ એમાં પકડાયેલો રહે. પ્રવૃત્તિ ચાલુ રહે છે. અને વિકલ્પો પ્રાયઃ નીકળી ગયા હોય છે.
- પાંચમી દૃષ્ટિમાં તત્ત્વરુચિ હતી. કષાયો ઉપશાંત ન હતા, વિકલ્પો પણ ઊઠતાં હતાં. પ્રશમસાર સુખ હતું.
છઠ્ઠી દૃષ્ટિમાં ખોટા વિકલ્પો નીકળી ગયા અને જે વિકલ્પો હતા તે શાંત અવસ્થા તરફ, ઔદાસીન્ય ભાવ તરફ લઈ જનારા શુભ વિકલ્પો હતા સાતમી દષ્ટિમાં વિકલ્પો નહીંવત્ છે. લગભગ નથી. અહીં ચિત્તવૃત્તિ ડહોળાયેલી નથી. તે તે ક્રિયા કરતાં ઉપશમનું સુખ અનુભવાય છે. આ દષ્ટિ ઉપશમભાવ પ્રધાન હોય છે. પંન્યાસ ભદ્રંકરવિજયજી મહારાજની ચિત્તવૃત્તિ બહુ શાંત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org