________________
રાગએ વિતરાગતાની વિકૃતિ છે જ્યારે દ્વેષ એ
રાગની વિકૃતિ છે
રાગ ઊભો છે, રાગ એ સંક્લેશ છે. એ ચાલે ? ષમાં કશું સારાપણું નથી. નારકીમાં વૈષ સિવાય કશું નથી. દ્વેષમાં તો સુખની અનુભૂતિ જ નથી સુખનો એક અંશ નથી માટે નારકી મરવાની જ ઈચ્છા કરે છે, ઝંખના કરે છે. ટ્રેષમાં સંક્લેશ જ છે. દુઃખ, દુઃખ, દુઃખ જ છે. ઠેષ રાગમાંથી નીકળ્યો છે. રાગ વીતરાગતાની વિકૃતિ છે. વીતરાગતા પ્રેમ સ્વરૂપ છે. વીતરાગતામાં સુખ, સુખ ને સુખ છે ! વીતરાગમાંથી આનંદ અને પ્રેમ જ ઝરે. વીતરાગતામાંથી દ્વેષનો અંશ પણ ન ઝરે. દ્વેષ કરનાર સીધી દુર્ગતિની ટિકિટ ફાડે છે. દ્વેષમાં બિંદુ જેટલું સુખ અનુભવાતું નથી વીતરાગતાની વિકૃતિ રાગ છે વીતરાગતામાં સુખ, સુખ અને સુખ જ છે તેથી રાગ તેની વિકૃતિ હોવા છતાં તેનામાં કાંઈક વિકૃત એવું પણ સુખ અનુભવાય છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃત્તિ છે એટલે તેમાં તો જરાપણ સુખ નથી. દા.ત. એકને ઠાંસી ઠાંસીને દૂધપાક પીવરાવો, બીજાને સુદર્શન પીવરાવો પછી બંનેને ઊલટી થાય તો તેમાં કંઈ ફેર ખરો ? પેલાની ઊલટીમાં મીઠાશનો કંઈક અંશ હોય છે. બીજાની ઉલ્ટીમાં કડવાશનો જ અંશ હોય છે આટલો રાગ અને દ્વેષમાં ફરક છે. દૂધપાકની ઉલટી જેવું સંસારનું સુખ તમને ગમી ગયું છે. તમે વિકૃતિ ઉપર જ જીવો છો એમાં વાંધો નથી પણ વિકૃતિને ઓળખતા નથી તે વાંધો છે. માણસ દુ:ખમાં ગમે તે ખાય, પણ જે ખાય તેને ઓળખે ખરો ને ? Àષ નિતાંત ખરાબ છે. તે કોઈ સંયોગમાં સારો કહેવાય જ નહીં. રાગ અપેક્ષાએ સારો છે. તેમાં ઘસાવાનું છે. મા દીકરાને જન્મ આપી રાગથી મોટો કરે છે. દ્વેષથી મારી નથી નાખતી. જો રાગ એકાંતે ખરાબ હોય તો રાગથી પાલન કરનાર કરતા કેષથી મારી નાંખનાર સારો કહેવાનો જોઈએ સંસાર આખો રાગ ઉપર જ ચાલે છે. કંઈ ને કંઈ રાગ તંતુ છે. નિઃસ્વાર્થ સંબંધથી જીવનારા તો વિરલા જ હોય છે. ગુરુ-શિષ્યના સંબંધમાં પણ રાગ હોય છે પણ ત્યાં કેન્દ્રસ્થાને આત્મહિત છે. સંસારમાં જે કાર્ય જુગુપ્સનીય ન હોય નિંદનીય ન હોય ત્યાં જીવ ભલે સ્વાર્થ ભાવે પણ અનુકૂળ રીતે વર્તે તો પુણ્ય જ બંધાય છે. માસ્વાર્થથી દીકરાને મોટો કરે, એને શાતા, સુખ આપે – જોકે તેમાં આશા છે કે મોટો થશે તો મને કામ લાગશે. અહીં લૌકિક કક્ષાનું પુણ્ય બંધાય છે. લોકોત્તર આશયથી દીકરાને મોટો કરે તો લોકોત્તર પુણ્ય બંધાય. મારા દીકરાને ભણાવીશ, સુસંસ્કાર આપીશ, ત્યાગી, તપસ્વી મહાસંત બનાવીશ. શાસનને સોંપીશ આવી ભાવનાથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org