________________
આઠમીદૃષ્ટિ પરા
૩૯૧
ગુણસ્થાનક હતું. જૈનધર્મ નથી મળ્યો પણ સાંભળ્યું કે કૈલાસ પર્વત અષ્ટાપદપર્વત કૈલાસનાથનાં જે દર્શન કરે છે તેને તે ભવે મોક્ષ મળે છે. સ્થૂલ કાયાથી ચડી ન શકાય માટે ઉપવાસ, છઠ્ઠ અને અક્રમની સળંગ તપસ્યા કરે છે. સૂર્યના પ્રકાશથી અચિત્ત થયેલું પાણી પીએ છે અને અચિત્ત થયેલ સેવાલ વાપરે છે. મરીને પણ તત્ત્વ મેળવવું છે. તત્ત્વજિજ્ઞાસા છે. તલસાટ છે. આ એક જ વિકલ્પ ઘૂંટ્યો છે કે કૈલાસનાથનાં દર્શન કરીને જ રહેવું છે. તેના પ્રભાવે સંસારની બધી ઈચ્છાઓ કચડી નાંખી છે, કાયાથી ઉપર ચડવાનો પુરુષાર્થ આદર્યો છે. મતિજ્ઞાનનો ઉપયોગ કેવો શુદ્ધ બન્યો છે માત્ર કૈલાસનાથના દર્શનનો અભિલાષ છે. પહેલા ગુણસ્થાનકમાં પણ દૃષ્ટિનો વિકાસ થઈ રહ્યો છે. કર્મના કચરા ભર્યા હોય છે તેથી સુધારો ખબર ન પડે. પણ અંદરથી સુધારો થઈ જ રહ્યો છે. આની લય લગાડો. સાધનામાર્ગમાં ખૂબ ધૈર્ય જોઈએ. નિરાશાવાદ ન જોઈએ. એક ચીજને મરણ સુધી વળગી રહો. અંતઃકરણ સ્વચ્છ છે, ભાવના સ્વચ્છ છે, તેને શુભનિમિત્ત સામે આવીને મળે છે. અંત સમયે સાધનાનો સરવાળો થશે જ. ઉપાદાન તૈયાર કરો તો નિમિત્ત સામેથી આવીને જ મળશે. આ નિશ્ચય છે. અને નિમિત્ત સારા મળે તો ઉપાદાન તૈયાર થાય-આ વ્યવહાર છે. આ બન્ને માર્ગ સાચા છે. કક્ષા પ્રમાણે તે ઉપયોગી બની શકે છે.
અંદરના ચૈતન્યનાં દર્શન નથી થયાં ત્યાં સુધી જગત ચૈતન્યવંતું લાગે છે. જ્યાં અંદર ચૈતન્યનાં દર્શન થયાં એટલે આખું જગત મડદા જેવું લાગશે. પંદરસો તાપસનું ઉપાદાન તૈયાર થઈ ગયું એટલે તેણે નિમિત્તને લાવી મૂક્યું. આપણા કરતાં આ વ્યક્તિ મહાન છે. આ ભાવ સ્પર્શે એટલે નમસ્કાર સાચો બને છે. નમસ્કરણીય પ્રત્યે આદર અને બહુમાનથી ભાવનમસ્કાર બને છે. ગૌતમસ્વામી ઉપરથી આવ્યા, તેમના પગ પકડે છે, તમે જેમનાં દર્શન કર્યા તેનાં દર્શન કરાવો. ગૌતમસ્વામી કહે છે કે જીવતા કૈલાસનાથનાં દર્શન કરવાં છે કે મૂર્તિ રૂપે દર્શન કરવાં છે ? પેલાઓ વિચારમાં પડ્યા કે જીવતા કૈલાસનાથ પણ છે ? તો પછી તેમનાં જ દર્શન કરાવો. ગૌતમસ્વામીજી કહે છે પહેલાં પારણું કરો. પછી દર્શન કરાવું. પારણું કરાવે છે તેમની ખીરની લબ્ધિ જોતાં ૫૦૦ને થયું, ઓહો ! આવા ગુરુ ! આ શુભભાવના બળ ઉપર અંદરની કષાયની પરિણતિ કપાતી જાય છે. અંતે ગુરુ પ્રત્યેના અહોભાવની પરાકાષ્ઠા થતાં શુભમાંથી શુદ્ધમાં ચાલ્યા ગયા. છઠે, સાતમે અટક્યા નહીં. ક્ષપકશ્રેણીએ ચડી ગયા. વીર્ય પરાકાષ્ઠાનું ઊછળ્યું. બીજા ૫૦૦ને દૂરથી સમવસરણની ઋદ્ધિ જોતાં રસ્તામાં અને ત્રીજા ૫૦૦ને સમવસરણની નજીક આવતા પરમાત્માનો ઉપદેશ સંભળાતાં ક્ષપકશ્રેણી મળી છે. મૂળમાં એક વિકલ્પને ઘૂંટવાની તૈયારી હતી. મોક્ષનો તલસાટ હતો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org