________________
રાગએ વીતરાગતાની વિકૃતિ છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃતિ છે
૩૮૯
કહ્યું તે સાંભળી પેલા સાધકે શીશાને પત્થર પર પછાડ્યો અને ત્યાં જ પત્થર સોનાનો ટુકડો થઈ ગયો. આવી અભુત સિદ્ધિ જોઈ તે નમી પડ્યો. જગતના પ્રત્યેક પદાર્થો તૃણ જેવા માની અધ્યાત્મની પ્રાપ્તિ કરી છે. એની મસ્તી કંઈ ઓર જ હોય છે. તમે તો સંસારના પદાર્થો મળે કે ન મળે પણ તેમાં ખૂંચેલા છો વાંસમાં કીડો ભરાયો છે. બંને બાજુથી વાંસ બંધ કરી દો. પછી વાંસ સળગે. હવે બે બાજુથી આગ લાગી છે પછી પેલા કીડાને ક્યાં સુધી સુખ હોય ? સંસાર વાંસ જેવો છે. આ જીવ કીડા જેવો છે. જન્મ-મરણ બે ય છેડે છે તેની આગ લાગી છે. જીવની શી પરિસ્થિતિ થાય ? તે છૂટી શકે ? કેટલા વર્ષે આ સંસાર છોડવા જેવો લાગશે ? ભૌતિક સુખમાં પણ કોણ આગળ ? તમે કે અમે ? તમે ઘરે કેટલા શાક ખાવ ? અમને રોજ ઊંધિયું ખાવા મળે. આવવું છે અહીં ? ભૌતિક સુખની કોઈ વિશેષતા નથી. ભૌતિક સુખની પાછળ મરનારને પણ કંઈ મળતું નથી.
અહીં સન્ક્રિયા અવંધ્ય હોય છે. ફળ મળે જ. તે અમોઘ હોય છે. અહીં આનંદ, આનંદ ને આનંદ જ હોય છે. નિર્જરા, નિર્જરા ને નિર્જરા હોય છે. તમારા ધંધામાં ups and downs આવે છે. ખોટ આવે છે. સંસારમાં મહેમાન થઈને રહે તે મોક્ષે જાય છે. સંસારમાં મહેમાન થઈને રહો છો ? મહેમાન કોને કહેવાય ? જે આવે ત્યારથી જવાની વાત કરે તેનું નામ મહેમાન. તમારે એને રાખવો પડે. એ તો જવાની જ વાત કરે. સંસારમાં આ મારું નથી. ઘર–શરીર પણ મારું નથી. શરીરથી માંડી બધી વસ્તુ પર છે – આ વિકલ્પ સતત ચૂંટાયા કરશે તે આગળ વધશે.
(૧) બીજાને સુખી કરીને રાજી થાય એ ઉત્તમ. (ર) બીજાને સુખી જોઈને રાજી થાય એ મધ્યમ. (૩) બીજાને દુઃખી જોઈને રાજી થાય એ અધમ. (૪) બીજાને દુ:ખ આપીને રાજી થાય એ અધમાધમ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org