________________
રાગએ વીતરાગતાની વિકૃતિ છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃતિ છે
૩૮૭
મોહ–અજ્ઞાન પડેલા છે માટે આઠ કર્મનો બંધ થાય છે. ઉપયોગમાંથી મોહ અને અજ્ઞાન નીકળતા જાય તો આઠ કર્મનો બંધ સુધરતો જાય. આપણે ઉપયોગમાં રાગાદિ ભાવોના વિકલ્પોને ઘૂંટીને ચિત્રામણ ઊભું કર્યું છે એનું જ નામ સંસાર.
ચિતરામણ અને પ્રતિબિંબ એક ચિતારો હતો. શંકરે કહ્યું. મારું સુંદર ચિત્ર ચીતરી આપ. ચિત્રકારને પોતાની કળા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. પણ શંકર રોજ નવાં નવાં રૂપો કરે. કેવી રીતે ચિત્ર દોરવું ? તે વિચારે છે કે મારી આખી જિંદગી હું ચીતરીશ તો પણ અંત નહીં આવે. તે વખતે નારદજીએ કહ્યું, એમ કર. શંકર આવે ત્યારે આરીસો સામે ધરવો. એની સામે આરીસાને મૂકી દેતાં દર્પણમાં જેવું છે તેવું જ રૂપ as it is પ્રતિબિંબ પડશે. ચિત્રામણ ચડે કે દર્પણનું પ્રતિબિંબ ચડે ? મતિજ્ઞાનએ ચિત્રામણ છે તે ડહોળામણ છે તે માટે તો કાગળ, પેન્સિલ, રંગ, સ્કેચપેન બધું જોઈએ. કેવળજ્ઞાન દર્પણ તુલ્ય છે ચિત્રામણને છોડીને દર્પણ જેવી પ્રતિબિંબિત જ્ઞાન અવસ્થા લાવવા માટેનો પ્રયત્ન તે ધ્યાન છે.
ધ્યાનમાં બેય વિષયક સ્થિરતા આવે છે પછી ધીમે ધીમે નિર્વિકલ્પતા, આવે છે.
આજે આપણે જે કરીએ છીએ તેમાં બહારનું સુધરતું હોય છે. અંદરનું બધું જ બગડે છે. સંસાર એટલે બહારનું જ સુધારવું, અને અંદરનું બગાડવું. આવું કરનારને બુદ્ધિમાન કહેવાય ? સંસારમાં બુદ્ધિમાન ગણાતો પણ આવું જ કરે છે ! એ છોડીને આત્માને કેન્દ્રમાં રાખીને એક પણ સદૂવિકલ્પને વારંવાર ઘૂંટ્યા જ કરીએ, તો તેમાં ઉપયોગ સ્થિર થાય. આખરે સમાધિ મળે. આ સ્થિતિમાં આવ્યા પછી અન્ય શાસ્ત્રો, છાપાં વગેરે તુચ્છ બને છે. આજે તો ૪૫ આગમનું જ્ઞાન ન હોય તો ચાલે પણ છેતાલીસમું આગમ–વર્તમાનપત્રની વફાદારી તો જોઈએ જ. આ દૃષ્ટિમાં આત્માને એકાગ્રતા હોવાથી વિકલ્પરહિત અવસ્થા હોય છે. તે સ્વરૂપમાં જ ડૂબેલો હોવાથી પરપદાર્થોના વિકલ્પની છાયા પડતી નથી. આ સમાધિ છે. જગતથી પર બની ગયો છે માટે જગતના પ્રસંગો અસર કરતા નથી માટે સતત ધ્યાન સમાધિમાં રહે છે. - તત્સંનિધી વરત્યાગ : આના સન્નિધાનમાં વાઘ–વરુ-સિંહ જે કોઈ આવે, તે તેઓને પણ તેટલા ટાઈમ પૂરતો વૈરભાવ-કષાયભાવ નીકળી જાય છે. તેઓ પણ ઉપશાંતભાવમાં આવી જાય છે. બીજા જીવો ઉપર પરોપકારભાવ હોય છે. વિનેયેષુ - શિષ્યોને ઔચિત્યભાવ હોવાથી પ્રેરણાદિ કરે છે. જે જે ક્રિયા કરે છે તેનું ફળ આવે. ક્રિયાની નિષ્ફળતા જ ન હોય. તે ઉપદેશ Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org