________________
રાગએ વીતરાગતાની વિકૃતિ છે જ્યારે દ્વેષ એ રાગની વિકૃતિ છે
૩૮૫
હતી. મૈત્રીભાવથી, કરણાભાવથી તેઓ અત્યંત ભાવિત થયેલા હતાં તેથી ચિત્તવૃત્તિ શાંત–ઉપશાંત જ રહેતી. આ મૌલિક ચીજ છે. સુખ, શાંતિ, પ્રશાંતતા પોતાની ચીજ છે.
સંસારમાં ચિત્તવૃત્તિ ડહોળાયેલી છે. તેથી જડનો – પરનો પુરુષાર્થ કરવા જીવ પ્રેરાય છે. જે આપણી ચીજ નથી એવી ચીજ પ્રાપ્ત કરવા જેવી લાગી, ભેગી કરવા જેવી લાગી,-આ કેટલો બધો પાપોદય છે ? તમે નક્કી કરો કે હવે ભૌતિક ચીજો માટે મારે મારા આત્માને બગાડવો નથી, કાળો કરવો નથી. ચિત્તવૃત્તિ ડહોળવી નથી. મનુષ્યભવ મોક્ષે જવા માટે છે. અહીં ઉપશમપ્રધાન સુખ હોય છે.
અહીં જ્ઞાનયોગના સાધક શાસ્ત્રો સિવાયના બધા શાસ્ત્રો જરૂરિયાત વિનાનાં બની જાય છે. અંકિંચિકર લાગે છે. જે ચીજ મેળવવી હતી તે ચીજ મળી ગઈ છે. હવે શાસ્ત્રો ભણીને ઊંચી કોટિના તપ-ત્યાગ ક્રિયાઓ કરીને ઉપશમ ભાવ પામવાનો છે. આખરે તો સ્વરૂપમાં કરવાનું છે. આત્મા સ્વરૂપમાં કર્યો તો જ મોક્ષ નિકટ બનશે. આત્મા સ્વરૂપમાં ન ઠર્યો અને ગમે તેટલું કર્યું તેની કોઈ કિંમત નથી. તમને આટલાં વર્ષોના અનુભવ પછી પણ સંસારમાં કોઈ વિડંબના નથી લાગતી ? આત્માને મેં કેટલો બગાડી નાંખ્યો એવું નથી લાગતું ? અહીંથી નીચે ઊતર્યા પછી, પરલોકમાં ગમે ત્યાં ફેંકાઈ ગયા તો પછી કેટલા કાળે જીવ ઉંચે આવશે ? પરલોકમાં ઉપર આવવા માટે કેટલી મુશ્કેલી પડશે ?
અશુભ વિકલ્પોને કાઢવા માટે “હું દેહથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય આત્મા છું' આ એક જ વિકલ્પને તેલધારાની જેમ ઘૂંટ્યા કરો. અટક્યા વિના રાત-દિવસ આ એક જ સમ્યગુ વિકલ્પને ઘૂંટ્યા કરો. એનાથી ઘાતકર્મ ખપે છે ને ચિત્તની સ્થિરતા આવે છે.
અધ્યાત્મ પામવા એક વિકલ્પને ઘૂંટો. સંસારને અનંતકાળથી ઘૂંટતા આવ્યા છીએ. “હું દેહ છું” એક દંડિયા મહેલ જેવો આ વિકલ્પ છે એને અનાદિકાળથી ઘૂંટીને અજપાજાપ રૂપે બનાવી દીધો છે. જાપ હોય તે બેઠાં બેઠાં કરવાનો હોય છે. પણ અજપાજાપ તો ઊંઘમાં, ખાતાં, બેભાન અવસ્થામાં ચાલુ જ હોય છે. અનંતાનંત પુદ્ગલપરાવર્તથી ચૂંટાયેલો જ છે. હું એટલે મણિભાઈ, શાંતિભાઈ આ ચૂંટવું નથી પડતું. કોઈપણ જાપ કરોડોની સંખ્યામાં કરો તો અજપાજાપ થઈ જાય છે.
વસ્તુતઃ આત્મા એ જોનારો છે, જાણનારો છે. જે વર્તમાનમાં કરનારા રૂપે ભાસે છે. કરનારાથી જોનારાને જુદો પાડવો તેનું નામ અધ્યાત્મ છે. કરનારો અને જોનારો એક કેમ ભાસે છે ? આત્માની પાંચે ધાતુને દેહની સાતે ધાતુ એકમેક થઈ ગયા છે પુગલના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org