________________
આઠમીદૃષ્ટિ પર
૩૯૩
છે. અહીં કષાયની કડવાશ નીકળી જાય છે. સંવેગ માધુર્ય તીવ્ર તીવ્રતર બને છે. ઉપશમ ભાવનું સુખ અનુભવાય છે.
અભવ્યો, દુર્ભવ્યો, ભારે કર્મી ભવ્યો, અચરમાવર્તી, જીવો, ચરમ યથાપ્રવૃત્તકરણ નથી પામ્યા તેવા જીવો, અપુનબંધકની પૂર્વેના જીવો–દષ્ટિની બહાર છે. સંવેગમાધુર્યની બહાર છે, મોક્ષાભિલાષ, મોક્ષની રુચિ તેઓને થતી નથી.
પૂ. હરિભદ્રસૂરિ મહારાજ દષ્ટિના માધ્યમથી યોગનું સ્વરૂપ સમજાવે છે. આત્માને મોક્ષની સાથે જોડી આપે એવો મન-વચન-કાયાનો ધર્મ વ્યાપાર તે યોગ. મોક્ષની સાધના કરતાં આગળ વધવાનું છે. પહેલી, બીજી દૃષ્ટિમાં અલ્પ બોધ છે. માટે સંસ્કાર પડ્યા નહીં. અનાદિકાળથી પડેલા કષાયોના સંસ્કારોથી આત્મા વિષયોથી વાસિત બનીને ભવોભવ રખડ્યો છે. અનંતકાળથી રાગાદિ પરિણતિ સહજ છે, પ્રમાદ સહજ છે, તેમાં એકાગ્ર બનવું સહજ છે. હવે કષાયને બદલે ઉપશમ, પ્રમાદને બદલે અપ્રમાદ અને વિષયમાં અનાસક્તતાના સંસ્કાર ઊભા કરવાના છે. આ સંસ્કારો જેમ વધારે તેમ આત્મકલ્યાણ વધુ થશે. આ જીવ સંસ્કારવિહોણો મામૂલી ધર્મ કરીને અનંતીવાર દેવલોકમાં ગયો છે ત્યાં આસક્ત બન્યો છે અને ૬ મહિના આયુષ્યના બાકી રહે છે ત્યારે ઝૂરી ઝૂરીને મરે છે. સંસારમાં રખડે છે. પળેપળ ભયંકર જાય છે. સૂક્ષ્મ બોધના અભાવે જીવ જે પ્રવૃત્તિ કરે તેમાં રંગાઈ જાય છે. બોધભાવિત અનુષ્ઠાનને જૈનશાસન ધર્મ કહે છે. એકલું જ્ઞાન એકલી ક્રિયા પણ મોક્ષ અપાવવા સમર્થ નથી. તમે જેવું જાણો છો, સમજો છો એને અનુરૂપ શ્રદ્ધા ઊભી કરો. તેને અનુરૂપ હૃદયને કેળવો. ત્રણે કાળમાં બુદ્ધિથી મોક્ષ મળતો નથી, પણ હૃદયથી જ મોક્ષ મળે છે. બુદ્ધિ ઉપયોગી જરૂર બને છે પણ જો બુદ્ધિના માધ્યમથી જ મોક્ષ મળતો હોત તો અભવ્યનો મોક્ષ થઈ ગયો હોત. બુદ્ધિને બુદ્ધિ બનાવવાની છે, આ ન કર્યું તો આત્મા અનંત સંસારમાં રખડશે. જેટલો બુદ્ધિનો દુરુપયોગ કરીશું તેટલું ભવભ્રમણ વધશે. આ મનુષ્યભવમાં બુદ્ધિનો જેટલો દુરુપયોગ થઈ શકે તેટલો બીજે ક્યાંય થઈ શકતો નથી. અને જો મનુષ્ય બુદ્ધિનો સદુપયોગ કરે તો સંસારસાગર તરી શકે છે. એકલું બળ નુકસાન નથી કરતું. તેમાં દુર્બદ્ધિ ભળે તો ઘણું મોટું નુકસાન થઈ શકે છે. કહેવાતા ક્રૂર વાઘ, સિંહને પાંચ લાખ વર્ષનું આયુષ્ય હોય તો તે કેટલાને મારે ? બળ છે પણ બુદ્ધિપૂર્વકનો પ્લાન નથી એટલે સંખ્યાતાને મારી શકે, મર્યાદિત હિંસા કરી શકે. એક મનુષ્યને 100 વર્ષનું આયુષ્ય હોય તો કેટલાને મારી શકે ? હિટલરે ગેસ ચેમ્બરમાં ૬૦ લાખ યહૂદીઓને ગૂંગળાવીને એકસાથે મારી નાંખ્યા. બુદ્ધિતત્ત્વથી જે નુકસાન કરી શકાય છે તે એકલા બળથી નથી થતું. સિંહ મરીને વધુમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org