________________
૩૮૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આમ તીર્થંકર પરમાત્માએ સંસારના ભોગોને પણ ઉદાસીનભાવે જ ભોગવ્યા હતા. માટે તેઓને ત્યાં પણ કાન્તાદૃષ્ટિ હતી.
શંકા : જો આમ તીર્થંકર પરમાત્માને ભોગ ભોગવતા પણ જ્વલંત વૈરાગ્ય જ હતો રાગાદિ ન હતા તો પછી પખીસૂત્રમાં મૈથુનના ચોથા આલાવામાં રાગેણ વા દોષણ વા લખ્યું છે. અર્થાત મૈથુનની ક્રિયા રાગથી કે દ્વેષથી જ થાય છે. અર્થાતુ આ ક્રિયા જ એવી છે કે આ ક્રિયા પહેલા કદાચ દ્વેષ સંભવી શકે પણ આ ક્રિયાકાલમાં તો રાગ જ હોય અર્થાત્ રાગ વિના આ ક્રિયા સંભવી શકતી નથી તે વસ્તુ કેવી રીતે ઘટે ?
સમાધાન : મૈથુનની ક્રિયા એ રાગ વિના ન સંભવી શકે એ વાત સાચી છે તેમજ તીર્થંકર પરમાત્મા જન્મથી જ દાવાનળની જેમ જ્વલંત વૈરાગ્યવાળા હોય છે એ પણ એટલું જ સાચું છે.
તીર્થંકર પરમાત્મા પરવાળાની જેમ ભોગ ભોગવે છે. પરવાળા જેમ બહારથી લાલ દેખાય છે પરંતુ અંદરથી તો ઉજ્વલ જ હોય છે તેમ પરમાત્માને ભોગ પહેલા જ્વલંત વૈરાગ્ય હોય છે ભોગની અનિષ્ટતાનો ખ્યાલ છે. અને ભોગ પછી પણ જ્વલંત વૈરાગ્ય હોય છે માત્ર ભોગ કાલે કર્મના ઉદયજન્ય વીર્ય ભળેલું છે. તેનાથી તે પ્રવૃત્તિ છે તેથી ભોગકાલે તે પ્રવૃત્તિથી યત્કિંચિત્ જે રાગ હોય છે તે આગળ પાછળના જ્વલંત વૈરાગ્યથી ભસ્મીભૂત થાય છે. જેમ અમૃતના કુંડમાં એક ટીપું લીંબડાનું નાંખીયે તો નિશ્ચયર્દષ્ટિથી તેમાં લીંબડાનો રસ હોવા છતાં વ્યવહારનયે તે અમૃતનો જ કુંડ કહેવાય છે તેમ અહીંયાં પણ વ્યવહારનયે પ્રભુ મહાવિરાગી કહેવાય.
છઠ્ઠી દ્રષ્ટિમાં વિષયો એ સંસારમાં ખેચી જનારા છે. રાગ કરાવનારા છે, ઝાંઝવાના નીર જેવા છે આવું આક્ષેપકજ્ઞાન સદા રહેતું હોવાથી શુદ્ધિનો ક્ષય થતો નથી. અને તેથી ભોગ ભોગવવા છતાં ભોગમાં પરમાર્થની બુદ્ધિ નથી પરંતુ મૃગજળની જ બુદ્ધિ હોય છે.
જેમ માણસને ખબર પડી જાય કે આ સ્થળે પાણી કે સરોવર નથી પરંતુ મૃગજળ છે - માયાજળ છે તો તેની વચ્ચેથી સ્કૂલના પામ્યા વિના પસાર થઈ જાય છે તેમ આ દૃષ્ટિમાં ભોગોમાં પરમાર્થબુદ્ધિ ન હોવાને કારણે ભોગ ભોગવવા છતાં તે લપાતો નથી અને સંસારને કાપીને આગળ વધી જાય છે.
શ્રેણિકને ખબર પડી કે મારા રાજમાં ઉત્કૃષ્ટ પુણ્યશાળી શાલિભદ્ર છે તો મારે એને મળવું જોઈએ એમ વિચારી શ્રેણિક રાજા ત્યાં જાય છે. નીચેની સ્તર-જમીન સ્ફટિકમય છે છતાં તેને ભ્રમ થાય છે પાણી પાણી લાગે છે. ચળકાટના કારણે પાણીનો ભ્રમ થતાં ઊભો રહી જાય છે બુદ્ધિના નિધાન અભયકુમારે આ દશ્ય જોયું, તરત જ પરિસ્થિતિ જણાઈ ગઈ અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org