________________
૩૭૮
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
કલ્યાણ શક્ય બને છે. અનાસક્તતા મહાન છે. કાયાનો રાગ તોડવાથી અનાસક્તતા પ્રાપ્ત થાય છે. તમને વિકથા, નિંદા, પ્રમાદ, કષાય, કર્મની ભયંકરતા દેખાતી નથી. લૌકિક વ્યવહારો ઘટવા જોઈએ. વાતચીત વગેરે ઘટવું જોઈએ. વ્યવહાર નિશ્ચયમાં જવા માટે છે, જે વ્યવહારથી નિશ્ચયમાં જવાય તેટલો જ વ્યવહાર જરૂરી છે. નિષ્ઠયોજન વાણી, વિચાર, વર્તનથી અધ્યાત્મ નાશ પામે છે. મૌન વધવું જોઈએ. સ્થિરાસન થવું જોઈએ. દેહ - ઇન્દ્રિયના રાગ તોડવા માટે માનવ ભવ જ છે. બીજા ભાવોમાં ચારિત્ર નથી માટે રાગ તોડી શકાતો નથી.
દિગંબરોને આત્મકલ્યાણ કરવું હોય તો આ સંસારમાં કોઈના પરિચયમાં આવવું ન જોઈએ. અને પછી દિગંબર અવસ્થા હોય તો તે નિંદનીય નથી. પણ આજે આ પરિસ્થિતિ રહી નથી. લોકમાં રહેવું હોય તો લોકમાં નિંદા રૂપ, જુગુપ્સા રૂપ ન બનવું જોઈએ.
અધ્યાત્મમાં દેહાધ્યાસ બહુ પ્રતિબંધક છે. એક બાજુ દેહાધ્યાસ તોડવાનો છે અને બીજી બાજુ પક્કડો તોડવાની છે. ખોટી માન્યતાની પક્કડ ઘર કરી જાય તો પ્રન્યિ રૂપ બની જાય છે. દેહ-ઇન્દ્રિયોનો રાગ જેટલો તૂટે તેટલો તોડવાનો પ્રયત્ન કરવાનો છે. આજે એક મચ્છર પણ અસર કરી જાય છે. ઠંડી-ગરમી જેવી ચીજ પણ સહન નથી કરી શકતા તો દેહાધ્યાસ ક્યાંથી દૂર થાય ? પંચાસ્તિકાયમય જગત છે. પુદગલાસ્તિકાય એક પાર્ટ છે. જીવાસ્તિકાય એક પાર્ટ છે. ધર્મ, અધર્મ એક પાર્ટ છે. જીવ એ લોકાલોકપ્રકાશક જ્ઞાનમય હોવા છતાં આજે પગલાસ્તિકાયના એક અંશ રૂપ દેહમાં તેણે હુબુદ્ધિ કરી છે. એટલે આટલો (નાનો) થઈ ગયો. એટલે લોકાલોકપ્રકાશક જ્ઞાન ઢંકાઈ ગયું. રાજકુંવરી ઢેડને પરણે તો બીજે દિવસે શું કહેવાય ? ઢેડી ! પછી કયાં કામો કરવાનાં ? તેમ સત્ ચિત્ આનંદ પરમાત્મા સ્વરૂપી આત્મા આજે કોને પરણ્યો છે ? કોની સાથે છેડાછેડી બાંધી છે ? કોની સાથે સંબંધ બાંધ્યો છે ? છેડાછેડી બાંધી હોય ત્યારે જ્યાં પેલો ત્યાં પેલી - એમ જીવ સમ્યકત્વ પામે છે ત્યારે સ્વરૂપ સાથે છેડાછેડી થાય છે. સંસાર સાથે છૂટાછેડા થાય છે. આજે તમારે સંસાર સાથે છેડાછેડી છે. સ્વરૂપ સાથે છૂટાછેડા છે. સમકિતીને સાધ્ય સાથે છેડાછેડી છે. મોક્ષને પામીને જ રહું. દિનપ્રતિદિન સંસારના રાગને તોડીને જ રહું. તેનું જ્ઞાન શુદ્ધ ઉપયોગને અનુસરવાવાળું બન્યું. વિકલ્પો ઘટી ગયા. જે વિકલ્પો રહ્યા તે સ્વરૂપને અનુસરનારા જ રહ્યા છે. અંદરમાંથી વિકલ્પો નીકળી જાય એને પરમાર્થથી શુદ્ધ ઉપયોગ કહેવાય તેમ અહીં વિકલ્પો સ્વરૂપ તરફ લઈ જનારા છે તેને પણ ઉપચારથી શુદ્ધ ઉપયોગ કહેવાય. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો કહેવાય. પાંચમી દૃષ્ટિમાં ગ્રંભ્યિ ભેદાવા છતાં બીજા વિકલ્પોનું બળ હોવાના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org