________________
ઉપયોગનું સ્વરૂપ જોડેનું સતત અનુસંધાન
છઠ્ઠી કાન્તા દૃષ્ટિનો બોધ તારાની કાંતિ જેવો હોય છે તે પ્રકૃતિથી અત્યંત સ્થિર હોવાથી આત્મા સહેજે સ્થિતપ્રજ્ઞ જેવો હોય છે. દરેક વિષયમાં તેની પ્રજ્ઞા પરિપક્વ બની છે. શુભ વિકલ્પના બળે અશુભ વિકલ્પો નીકળી જાય છે. શુભ વિકલ્પના બળે અશુભ વિકલ્પનો સૌ પ્રથમ હ્રાસ અને પછી નાશ કરવાનો છે. વિકલ્પ આત્મસ્વરૂપ નથી. પારમાર્થિક નિર્વિકલ્પાવસ્થા એ કેવળજ્ઞાન છે. સૌ પ્રથમ સમાધિમાં નિર્વિકલ્પ અવસ્થા આંશિક આવે છે. મંત્ર-તંત્રાદિથી બેભાન અવસ્થા, મૂચ્છિત જે છે તે મંત્ર-તંત્રાદિજન્ય છે અને નિદ્રામાં જે નિર્વિકલ્પ અવસ્થા છે તે કર્મજન્ય છે. મંત્રતંત્રાદિથી મૂઢ બનતાં અજ્ઞાનજન્ય નિર્વિકલ્પ અવસ્થા આવે છે. આ અજ્ઞાનનો નાશ ન થાય એટલે ફરી નવા વિકલ્પો ઊભા થાય છે. અધ્યાત્મ પામવું હોય તેણે સૌ પ્રથમ વિકલ્પો કાઢવા જોઈએ. વિકલ્પોના કારણે આત્માની ચંચળ અવસ્થા તરંગ અવસ્થા અસ્થિરતા આવે છે. પાણીમાં પત્થર નાખો ત્યારે પાણી હાલતું દેખાય છે. વાયુના કારણે પાણીની ચંચળતા જણાય છે. હાલમાં, ડહોળાઈ જતાં કચરો પાણીમાંથી બહાર આવે છે. ચિત્તવૃત્તિ, પરિણામ, અંત:કરણને ડહોળીને અસ્થિર બનાવવાનું કામ વિકલ્પો કરે છે. એક પણ વિકલ્પ ન ઊઠે એવી ચિત્તવૃતિ કેળવવી એ સાધના છે.
ચિત્તવૃત્તિમાં સંસારના પદાર્થો જોઈને વિકલ્પો ઊભા થાય છે ? તરંગો ઊભા થાય છે ? આત્મામાં ચિત્ત જેવું તત્ત્વ જ નથી પછી તરંગો ક્યાંથી આવે ? ચિત્ત બન્યું કેમ ? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ અંતઃકરણ છે. અંત:કરણને સુધારો તેમ અહંકાર ઘટે, શુદ્ધિ વધે છે. બગડેલું અંતઃકરણ પરમાર્થથી સંસાર છે તેને સુધારવું એ ધર્મ છે. કષાયો નીકળતા જાય તેમ અંતઃકરણ સુધરે છે. કષાયો વધે એટલે અંતઃકરણ બગડે છે. અંતે તો અંતઃકરણનો નાશ કરવાનો છે. મતિજ્ઞાનના ઉપયોગને કેવળજ્ઞાનમાં કન્વર્ડ કરવાનો છે. અશુભમાંથી શુભમાં આવી શુદ્ધમાં આવવાનું છે.
ઘાતકર્મનો ઉદયભાવ એ અશુભ છે. ઘાતકર્મનો ક્ષયોપશમ કરવાથી શુભ વિકલ્પો આવવાથી અશુભ વિકલ્પો દૂર થાય છે. અને પછી શુભમાંથી શુદ્ધમાં આવવાનું છે. ધ્યાનમાં વિકલ્પો નહીંવત્ હોય. સમાધિમાં વિકલ્પો હોય જ નહી. અશુભ વિકલ્પો નીકળી ગયા હોવાથી છઠ્ઠી દૃષ્ટિનો બોધ ઝાંખો નથી પડતો અને આત્માને અનુરૂપ, સ્વરૂપને અનુકૂળ શુભ વિકલ્પો આવે છે. આ દેષ્ટિમાં સ્થિતપ્રજ્ઞતા અને પ્રશાંતવાહિતા હોય છે. નદીનો પ્રવાહ શાંત રીતે વહી રહ્યો હોય અને કચરો દૂર થઈ ગયો હોય તેવી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org