________________
ઉપયોગનું સ્વરૂપ જોડેનું સતત અનુસંધાન
૩૭૭
નિર્મળ અવસ્થા અહીં હોય છે.
પાંચમી દષ્ટિમાં સમકિત છે પણ અવિરતિનો ઉદય બળવાન બને, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય કષાય વૈષયિક સુખમાં પ્રવૃત્તિ કરાવે. જોકે સમકિતના કારણે અનંતાનુબંધીનો ક્ષયોપશમ હોવાથી વિષયો પ્રત્યે હેયની વૃત્તિ છે પણ સ્થિતપ્રજ્ઞતા નથી. ઔદાસીન્ય ભાવ આવે તો સ્થિતપ્રજ્ઞતા આવે છે. કષાય ઘટવાથી સ્થિતપ્રજ્ઞતા આવી શકે છે. બોધ સાથે ચારિત્રનો પરિણામ આવે છે. તત્ત્વચિની સાથે રમણતા આવે તો તત્ત્વસંવેદન આવે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્રનો અભેદ પરિણામ આત્માના આનંદ માટે જરૂરી છે. માટે ચૌદ પૂર્વીને પણ ધ્યાનમાં આવવું પડે. તો જ આનંદને લૂંટી શકે છે અને જો આવી રીતે વારંવાર ધ્યાન - સમાધિ વગેરેમાં ન રહે તો પ્રમાદને વશ થવાથી પતન થવાનો સંભવ રહે છે. પાતાળકૂવો સતત છલકાતો રહેતો હોય તો તેમાં પાણીની સરવાણી એ મૂળ કારણ છે તેમ આત્મા જે ક્રિયા કરે છે તેમાં કષાયની પરિણતિને મંદ કરવા વડે ધ્યાન અને સમાધિના આનંદને અનુભવી શકે છે. અહીં નિરતિચાર અનુષ્ઠાન હોય છે. કોઈપણ અનુષ્ઠાન અતિચારવાળું કેમ બને છે ? કષાયો નકામા વિકલ્પો પેદા કરવા વડે સાતિચાર અનુષ્ઠાન પેદા કરે છે. એક ક્રિયા કરતાં બીજી ક્રિયાનો વિચાર ન કરી શકાય. કષાયો લગભગ નીકળી ગયા છે અને જે કષાયો છે તે ડાહ્યા બની ગયા છે. કષાયો શાંત થઈ ગયા છે એટલે વિકલ્પો પેદા થતા નથી અને માટે અનુષ્ઠાન શુદ્ધ બને છે. જ્યાં સુધી દેહની મમતા છે, ઇન્દ્રિયોની મમતા છે, તેમાં હુંપણાની બુદ્ધિ છે ત્યાં સુધી અનુષ્ઠાન નિર્મળ બને નહીં. આપણા બધા અનુષ્ઠાનો સાતિચાર જ છે. ઘોર તપ-સંયમ દ્વારા કાયાની મમતા ન તોડીએ તો મોક્ષ દુર્લભ છે. જેને દેહના દર્શન થયા કરે તેને દેવના દર્શન કેવી રીતે થાય? દેહ અને દેવ બન્ને સાથે રહેલા છે. દેહને જોનારો દેવના દર્શન ન કરી શકે. દહેરામાં જાવ તો પહેલા દેવના દર્શન થાય છે કે દીવો કરવો પડે છે ? તેમ દેહ મંદિરમાં આત્મા-દેવના દર્શન કરવા હોય તો સૌ પ્રથમ સમ્યકત્વનો દીવો પ્રગટાવવો પડે છે. એનાથી અજ્ઞાનના અંધકાર દૂર થશે. જગતની સ્મૃતિ : બહુ ભયંકર છે. જે રીતે જગત ભુલાય તે રીતે તેને ભૂલવાનું છે. જગતની વિસ્કૃતિને જ મારે સમાધિ કહેવી છે. આત્માની સ્મૃતિને જ મારે સમાધિ કહેવી છે. જગતની સ્મૃતિ એ મોટું પાપ છે. આત્માની વિસ્મૃતિ એ મોટામાં મોટું પાપ છે. જગતને ભૂલવાનું છે. દેહાધ્યાસ બળવાન છે. માટે વિકલ્પોનું જોર ઘણું છે. આટલી આપણી નબળાઈ હોવા છતાં આપણાં કર્મો આપણને પશ્ચાત્તાપ પણ કરવા દેતા નથી કેટલી કમનસીબી છે કે આપણાં કર્મો હૈયાફાટ રુદન પણ નથી કરાવતા. કષાયોને તોડી સજ્જનતાને ઊભી કરવાથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org