________________
ઉપયોગનું સ્વરૂપ જોડેનું સતત અનુસંધાન
૩૮૧
ફટ દઈ વીંટી નાંખી. શ્રેણિકને સાચી વાત જણાતાં સડસડાટ ચાલી ગયા. બસ, આ જ રીતે વિષયોમાં સુખ નથી એવું સ્પષ્ટ જણાતાં સાધકની ભોગમાં રુકાવટ હોતી નથી. ભોગો આત્માને વિટંબના કરનારા છે તે આત્માનું સ્વરૂપ નથી. આમાં વાસ્તવિક સુખ હોતું નથી. આમ અનાસક્ત યોગી ભોગ વચ્ચે પણ નિરાળો રહીને આત્મસાધના સાધી શકે છે. અત્યારે ઉદાસીનતા ફળવાળો વૈરાગ્ય છે ઉન્મનીભાવ વિષયોમાંથી થયો છે તેથી ઈચ્છાના ઉચ્છદ રૂપ વૈરાગ્ય ચોથે ગુણસ્થાનકે ઘટી શકે છે.
ચારિત્રની સાથે છઠ્ઠી દૃષ્ટિ ભળે છે ત્યારે વિષયો અસર કરી શકતા નથી અનંતાનુબંધી આદિ બાર કષાયનો ક્ષયોપશમ હોય છે. ચાર કષાય સંજ્વલનના બાકી રહે છે. ઔદાસીન્યભાવ હોય છે. અહીંયાં ભય હોતો નથી. સિદ્ધિ અહીં આવીને ઊભી રહે છે. પાંચમી દૃષ્ટિમાં પ્રણિધાન, પ્રવૃત્તિ છે પણ વિષ્ણજય નથી દુ:ખ આવે અને ભોગવી લઈએ તે દુ:ખ ભોગવ્યું ન કહેવાય પણ દુઃખ આવે સહન કરીને, નવા વિકલ્પો ન કરીને, નવાં કર્મો ન બાંધીએ તો દુઃખ ભોગવ્યું કહેવાય છે. આત્મા નિર્જરાનો સાધક બને તે રીતે દુ:ખ ભોગવવાનું છે. સ્વરૂપ સમજાયું, ગમ્યું, પણ કષાયો ઘટ્યા નહીં તો પાંચમી દૃષ્ટિ છે. સાથે ચારિત્રના ભાવ ભળે એટલે ઉપશમભાવ પ્રાપ્ત થાય છે. ઉપશમભાવપ્રધાન શાસન છે, ઉપશમભાવપ્રધાન ચારિત્ર છે. અંદરમાં ન ઠર્યા તો બધું ગાયને દોહીને કૂતરીને પાવા જેવું થાય છે.
* રાગ - દ્વેષ, ઇન્દ્રિય, કષાય, પરિષહ અને ઉપસર્ગ આ છ
પરિબળોને અરિહંત પરમાત્માએ નમાવ્યા છે માટે નમસ્કરણીય છે. * દુ:ખમાં કર્મનિર્જરાનાં દર્શન થશે તો અસમાધિ નહીં થાય અને
સુખમાં પાપબંધના દર્શન થશે. તો સુખ પ્રત્યે આકર્ષણ નહીં
થાય.
- કાયામાં આવેલો ધર્મ મનમાં આવે જ એવો નિયમ નથી, પણ
મનમાં આવેલો ધર્મ કાયામાં આવ્યા વિના ન જ રહે એ નિશ્ચિત વાત છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org