________________
સિદ્ધિ વિ. આશય
૩૭૫
કાંતિ ચડે છે. રત્નની કાંતિ ઘરમાં જ રહે પ-૨૫ માઈલ રહે. તારાનો પ્રકાશ તેથી વધારે. હજારો માઈલો સુધી પહોંચે છે. આ દૃષ્ટિનો બોધ સ્વભાવથી સ્થિરબોધ છે. ગીતામાં જે સ્થિતપ્રજ્ઞની વાત આવે છે તે અહીં ઘટે છે, ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, ઉદાસીન પરિણામ અહીં આવે છે. તારાનો પ્રકાશ ઉપદ્રવથી ઝાંખો થતો નથી. પાણીમાંથી તરંગો નીકળી જાય પછી પાણી કેવું સ્થિર, સ્વચ્છ અને નિર્મળ હોય છે. તેમ અહીં બોધ સ્થિર હોય છે. આ દૃષ્ટિમાં ચોથું, પાંચમું, છä ગુણસ્થાન આવી શકે છે.
તીર્થંકરો ચારિત્ર લીધા પછી દેવલોકમાં જાય છે. અનુત્તર દેવલોકમાં ચોથું ગુણસ્થાનક હોય છે. પણ ત્યાં દૃષ્ટિ છઠ્ઠી હોય છે. કાન્તા દૃષ્ટિ હોવાથી પ્રાયઃ વીતરાગ અવસ્થા ત્યાં છે. તત્ત્વચિંતનમાં તેત્રીસ સાગરોપમના સમયો પસાર કરે છે. તેમની એક હાથની કાયા છે. કેવડું નાનું શરીર ? ૩૩ સાગરોપમનો કાળ પથારીમાં પસાર થાય છે. ફરવા નહીં જવાનું, ખાવાનું નહીં. કોઈની સાથે વાત નહીં કરવાની, છતાં સુખ કેટલું ? તમને બહાર નહી જવાનું હોય તો સુખ લાગે ? ઉપર ઉપરના દેવલોકમાં વિષયોની પ્રવૃત્તિ ઘટે છે તેમ તેમ સુખ વધે છે. વૈષયિક સુખોનો જે ભોગવટો છે તેને ““કાયિક પ્રવિચાર” કહેવાય છે, તે નીચેથી શરૂ કરીને પહેલા અને બીજા દેવલોક સુધી જ હોય છે પછી કાયિક પ્રવિચાર હોતો નથી. પહેલા અને બીજા દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ હોય છે. આગળ ઉત્પત્તિ નથી હોતી પણ દેવી જઈ શકે છે. ત્રીજા-ચોથા દેવલોકમાં સ્પર્શનું સુખ છે તેનાથી જ તૃપ્તિ થઈ જાય છે. પાંચમા છઠ્ઠા દેવલોકમાં રૂપનું સુખ છે. રૂપ જોવામાત્રથી તૃપ્તિ થઈ જાય છે. સાતમા આઠમા દેવલોકમાં શબ્દનું સુખ છે પછીના અંતિમ ચાર દેવલોકમાં મનથી સ્મરણ કરે છે અને તૃપ્તિનો અનુભવ થાય છે. ઉપર ઉપરના દેવલોકમાં સુખની પ્રવૃત્તિ ઓછી અને છતાં સુખ વધારે. સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં છઠ્ઠી દૃષ્ટિ હોય છે. અહીં ગુણસ્થાનક ચોથું છે. દષ્ટિ કાન્તા છે. અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ છે અને અપ્રત્યા. પ્રત્યા. સંજ્વલન વગેરે કષાયોનો રસ તૂટી ગયો છે. તેથી તે કષાયો પ્રશસ્ત થયા છે. કષાયમાંથી રસ તૂટે ત્યારે ક્ષમાદિ ગુણો પ્રગટે છે અને રસની હાનિ થતાં કષાય કરવાનો ક્યારેક અવસર આવે તો તે પ્રશસ્ત કષાય હોય છે, કારણ કે આત્મા અંદરથી જાગ્રત છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org