________________
સિદ્ધિ
સિદ્ધિ : પ્રણિધાનાદિ પાંચ આશયમાં સિદ્ધિ એ ચોથો આશય છે. ચોક્કસ પ્રણિધાનપૂર્વક કાળજી રાખી પ્રવૃત્તિ કરતાં જે જે વિનો આવે તેનો જય થવાથી સાધના સિદ્ધિરૂપે પરિણામ પામે છે. અહિંસા, ક્ષમા વગેરે ધર્મોની ખૂબ ખૂબ સાધના કરવાથી આત્મામાં અહિંસા, ક્ષમા વગેરે ભાવો આત્મસાતુ થાય છે. જેના પ્રભાવે ગમે તેવા વિપરીત સંયોગોમાં મુકાવા છતાં જીવને હિંસા, ક્રોધાદિના ભાવો ઊઠતા જ નથી. અહીંયાં ચંદનગંધ ન્યાયે ક્ષમાદિ સિદ્ધ થયેલા હોય છે. જેમ ચંદનને તમે કાપો તો સુગંધ જ આપે તેમ મહાત્માઓને ગમે તેવા ઉપસર્ગ પરિષહ આવે તો પણ તેમાં ક્ષમાદિની જ જ્વલંત પરિણતિ દેખાય. સિદ્ધિ નામનો આશય પ્રાપ્ત થયો છે તે જીવ જંગલમાં જાય તો પણ તેનાથી હિંસ જીવો શાંત થઈ જાય છે.
જેમકે બળદેવ મુનિના જીવનમાં પોતે કૃષ્ણ વાસુદેવના મૃત્યુ પછી ઘણો કાળ શોકમાં વિતાવ્યો, પછી પોતાનો સિદ્ધાર્થ સારથિ જે ચારિત્ર પાળી દેવલોકમાં ગયેલ, તેણે પ્રતિબોધ કર્યો. ચારિત્ર પામ્યા અને અહિંસાદિની એવી સાધના કરી કે, હિંસક પશુઓ પણ તેમની આગળ માથું નમાવીને બેસી જતાં. દેવે પ્રતિબોધ કર્યો. ચારિત્ર લે છે. વાઘસિંહ, વરુ બધાં માંસાહાર છોડીને ઘાસ ખાતાં થઈ ગયાં. આ છે સિદ્ધિ આશય. એના અહિંસક પરિણામના પ્રભાવે આજુબાજુનાં હિંસક પ્રાણીઓ પણ અહિંસક બની જાય
વિનિયોગ વિનિયોગ નામનો પાંચમો આશય છે. યોગની છઠ્ઠી કાન્તા દષ્ટિમાં હોય છે બીજા જીવોને અહિંસામાં જોડવાના છે. જે પામ્યા છે તે બીજાને આપવું. જૈનશાસન કહે છે પહેલાં પામો પછી આપો. અવિચ્છિન્ન પરંપરા માટે વિનિયોગ છે નિ:સ્વાર્થભાવે સ્વ-પરને ઉપકાર કરવા રૂપ વિનિયોગ આશયને જે સેવે છે તેનું ધર્મથી પતન થતું નથી અને સ્વયં ઉત્તરોત્તર આગળ વધે છે.
તીર્થકરો સ્વયંસંબુદ્ધ હોય છે. તેમને કોઈને ગુરુ કરવા ન પડે. ગણધરોને પણ ગુરુ કરવા પડે છે. તીર્થકરોએ શક્તિ હોતે છતે આપવાનું જ કામ કર્યું છે. પૂર્વભવમાં વિનિયોગ આશય એવો પ્રગટ કર્યો છે કે તેઓ હવે સ્વયં ધર્મથી પડે જ નહીં. સાનુબંધ ધર્મ થતો જાય. શુભાનુબંધ થતો જાય. સંસ્કરણ પેદા થાય. તેનું ફળ દેવલોક, પછી મનુષ્યભવ – પછી સીધો મોક્ષ. જેણે ઘણું આપ્યું છે તેને લેવું ન પડે. પ્રણિધાન વિનાની પ્રવૃત્તિ પાવરફુલ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org