________________
કલ્યાણમિત્રની ઉપયોગિતા
૩૭૧
અધ્યવસાય નીચે ઊતરવા માંડ્યો. સડસડાટ નીચે ઊતરી ગયા. સાતમું ગયું, છઠું ગયું, ઠેઠ નીચે ઊતર્યા અને નિયાણું કરી બેઠા. મેં કરેલા તપ-ત્યાગ ચારિત્રનું ફળ હોય તો ભવાંતરે આવા સ્ત્રી રત્નનો ભોક્તા બનું. ચિંતામણી વેચી કાચનો ટુકડો માંગ્યો. ઐરાવત હાથીના બદલામાં ગધેડો ખરીદવા જેવી મૂર્ખામી કરી. છટ્ટ ગુણસ્થાનકે જીવને સ્નેહરાગ હોય છે. આર્તધ્યાન પણ ક્વચિત્ આવી જાય છે. પણ ભાવના દ્વારા પાછા ઠેકાણે આવી જાય. સાવધાન થઈ જાય તેવી પરિણતિ મુનિની હોય છે.
અહીં ઉત્કૃષ્ટ વિઘ્ન આવ્યું છે. તેનો જય કેવી રીતે કરવો ? ચક્રવર્તીનાં સુખ માંગી લીધાં. પોતાના નિયાણાની વાત લઘુ બંધુને કરી કે ભાઈ ! મારા જીવનમાં મેં સંકલ્પ કરી લીધો છે. હું હારી ગયો છું. તે વખતે બાજુવાળા ચિત્રમુનિ કલ્યાણમિત્ર બનીને સમજાવે છે. તમારા જેવા ત્યાગી, તપસ્વી આવી ભૂલ કરવા તૈયાર થયા છો તો પછી ક્ષમા ક્યાં જશે ? ધર્મ ક્યાં જશે ? સંતોષ ક્યાં રહેશે ? હજુ પાછા વળો, હજુ બચી જાઓ, હજુ વિચાર બદલી લો. પણ પેલાને સુખની ગાંઠ વળી ગઈ છે. એટલે ભાઈ મુનિના કહેવા છતાં નિયાણાથી પાછા ફરતા નથી આલોચના-પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થતા નથી. કલ્યાણમિત્રની સલાહને અવગણીને પોતાના આત્માને સંસારની ગર્તામાં ધકેલી રહ્યા છે. મહામૂલા ચારિત્રને વિરાધી રહ્યા છે. અણસણને પૂર્ણ કરી બંને આત્માઓ અંતે કાળ પામીને સૌધર્મ દેવલોકમાં ગયા, ત્યાંથી આવીને સંભૂતિમુનિનો જીવ આ જ ભરતક્ષેત્રના જંબૂદ્વીપમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી થાય છે અને ચિત્રમુનિનો જીવ રાજકુળમાં જન્મી ચારિત્ર લઈ અવધિજ્ઞાન પામે છે.
ચક્રવર્તી થયા પછી બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તે જ્ઞાનમાં પોતાના પાંચ પાંચ ભવો પોતાના સાથી સાથેના જુવે છે. અને હવે પૂર્વભવના સાથી ઉપરના તીવરાગને કારણે હવે તેને મળવા ઝંખે છે તે માટે એક સમસ્યાપદ મૂકે છે.
दासौ मृगौ मरालौ च चण्डालौ त्रिदशस्ततः આપણે બંને પહેલા ભવમાં દાસ એટલે નોકર હતા પછી મૃગ થયા પછી હંસ થયા પછી ચંડાલ થયા પછી દેવલોકમાં ગયા.
આ સમસ્યાપદ જે પૂરશે તેને અડધું રાજ્ય આપીશ. પોતાના પૂર્વભવના સાથીને શોધવા માટે આ રીતે પ્રવૃત્તિ કરે છે. આ સમસ્યાપદને એક ખેડૂત ખેતરમાં બોલી રહ્યો છે. ત્યાં અવધિજ્ઞાની બનેલા આ મહાત્માએ તે સમસ્યાપદ પૂરું આપ્યું કે હવે છઠ્ઠા ભવમાં આપણા બંનેનો વિયોગ થયો છે અર્થાત્ તું ચક્રવર્તી થયો છું અને હું મહાત્મા છું તેથી આપણે છૂટા પડ્યા છીએ.
ખેડૂતે બ્રહ્મદત્તની પાસે જઈને સમસ્યાની પૂર્તિ કરી. રાજા કહે - આ તારી પૂર્તિ નથી. કોણે પૂર્તિ કરી છે તે બોલ ? ખેડૂતે બનેલી હકીકત કહી Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org