________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
બની શકે નહીં. પ્રવૃત્તિ પાવરફુલ નહીં તો વિઘ્નજય થઈ શકે નહીં અને વિઘ્નજય કર્યા વિના સિદ્ધિ સંભવે નહીં. પ્રણિધાન વિનાની ક્રિયા માટીના ઘડા જેવી છે. તેમાં અંતે ઠીકરાં જ મળે. પ્રાયઃ કરીને પ્રણિધાન વગેરે પાંચ આશયો અહીં પ્રગટ થાય છે. પ્રાયઃ' શબ્દ કેમ મૂક્યો ? કારણ કે સમ્યક્ત્વીને જો કષાયોનો જોરદાર ઉદય થાય તો તે આગળ વધી શકતો નથી.
૩૭૪
કાન્તાદૃષ્ટિ
कान्तायां तु ताराभा समान एषः अतः स्थित एव प्रकृत्या निरतिचार मात्रानुष्ठान शुद्धोपयोगानुसारि विशिष्टाऽप्रमादसचिवं विनियोगप्रधानं । गम्भीरोदाराशयमिति !
સ્થિરાદેષ્ટિમાં રત્નના પ્રકાશ જેવો બોધ હતો તે હવે વધીને તારાની કાંતિ જેવો છઠ્ઠી દૃષ્ટિમાં થાય છે, એના પ્રભાવે પાંચમી દૃષ્ટિમાં અનુષ્ઠાન સુંદર રીતે કરવા છતાં પણ પ્રમાદથી અતિચાર લાગવાનો ભય હતો. વિધિના પાલનમાં પણ કચાશ રહેતી હતી તે હવે અહીંયાં નીકળી જાય છે.
આ દૃષ્ટિમાં દરેક ક્રિયા અંદરમાં વધેલી શુદ્ધિના પ્રભાવે સાહજિક થાય છે. તે તે ક્રિયા કરતાં પહેલાં તે તે ક્રિયાને અનુરૂપ વિકલ્પ કરવા પડતા નથી, જેમકે ચાલવાનો વખત આવે તો સહજ રીતે જ નીચું જોઈને જ ચાલે. બોલવાનો અવસર આવે તો સહજ રીતે જ હિત-મિત અને પથ્ય જ બોલાય.
હું સમિતિ વગેરે બરાબર નહીં પાળું તો પાપ લાગશે. આજ્ઞાભંગ થશે. પ્રાયશ્ચિત્ત આવશે આવો ભય કે વિકલ્પો અહીંયાં હોતા નથી.
આ દૃષ્ટિમાં જે કાંઈ કરાય તે શુદ્ધ ઉપયોગપૂર્વક જ કરાય છે અર્થાત્ દરેક ક્રિયામાં મનનો વિશુદ્ધ ઉપયોગ ચાલુ રહે છે, ચિત્તડામાડોળ થતું નથી. સ્ખલનાવાળું હોતું નથી કે સંકલ્પ વિકલ્પોથી ઘેરાયેલું હોતું નથી.
વળી સાધના વિશિષ્ટ અપ્રમાદવાળી હોય છે. સામાન્ય પ્રમાદ એટલે નિંદા, વિકથા, વિષયરસ વગેરે આ બધું તો ન જ હોય. પરંતુ વિશિષ્ટ અપ્રમાદ એટલે જે ક્રિયા કરે તે ક્રિયાને અનુરૂપ ભાવનાને છોડીને બીજા કોઈ પદાર્થોની આતુરતા કે ઝંખના હોતી નથી. આ ક્રિયા ક્યારે પૂરી થશે. હજુ કેટલી વાર લાગશે વગેરે કોઈ જ વિકલ્પોની ધારા હોતી નથી. શરૂ કરેલી સાધના સહજ ગતિએ ચાલ્યા કરે છે.
વળી આ દૃષ્ટિમાં વિનિયોગની પ્રધાનતાવાળો ગંભીર અને ઉદાર આશય હોય છે.
કાન્તા નામની છઠ્ઠી દૃષ્ટિમાં આવેલો જે અનુષ્ઠાન કરે છે તે વિનિયોગપ્રધાન છે. પાંચમી દૃષ્ટિની રત્નની કાંતિ કરતાં છઠ્ઠી સૃષ્ટિની તારાની Jain Education International2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org