________________
૩૬૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
એક માત્ર વીણાવાદનના લોભે ચંડાળ કેટલું સાહસ કરી રહ્યો છે ? એને એ પણ ખ્યાલ નથી આવતો કે કદાચ રાજાને ખબર પડી જશે તો મને પણ જીવતો નહીં છોડે. એટલું જ નહીં ક્યારેક મારા આખા કુટુંબને પણ મોતને ઘાટ ઉતારશે. વળી જે કામાંધ નમુચિ રાજાની રાણી સાથે વ્યભિચાર કરતાં અટક્યો નથી એ કાલે ઊઠીને મારું ઘર તો નહીં બગાડે ને ?
' પણ લોભ એવી ખરાબ ચીજ છે કે એ જ્યારે તીવ્ર બને છે ત્યારે જીવને આવા કોઈ નુકસાનને જોવા દેતી નથી. એને તો એક જ વિચાર છે કે મારા દીકરા વીણાવાદનમાં તૈયાર થઈ જાય.
બંને દીકરાઓ વીણાવાદન શીખી રહ્યા છે. થોડા સમયમાં તૈયાર થઈ ગયા પણ કામાંધ નમુચિ અહીંયાં પણ સખણો ન રહ્યો અને એક વખત ચંડાળની ગેરહાજરીનો લાભ લઈ ચંડાળપત્નીની સાથે વ્યભિચાર કરી બેઠો. કોઈ કામ માટે બહાર ગયેલ ચંડાળ અડધેથી જ પાછો ફર્યો અને ઘરે આવતાં બારણાની ફાટમાંથી બંનેને વ્યભિચાર કરતાં જોયાં અને ચંડાળનો પિત્તો ફાટ્યો. દુષ્ટ, નાલાયક, કામાંધ ! મેં તને જીવતો બચાવ્યો. રાજાનું જોખમ વહોર્યું, ઘરમાં આશરો આપ્યો અને છતાં તે મારું જ ઘર બગાડ્યું. ચંડાળ કાંઈપણ કરે તે પહેલાં આ સાવધ જ હતો એટલે ચંડાળના પેટમાં એક લાત મારીને ત્યાંથી ભાગ્યો.
પણ પોતાની પત્નીનો દુરાચાર ચંડાળ ભૂલી શકતો નથી તેથી બંનેના જીવનમાં સંઘર્ષ વધી ગયો. સંસાર ખારો થઈ ગયો અને આ રીતે બંનેને વારંવાર ઝઘડતાં જોઈને આ બંને દીકરાઓ ઘરમાંથી ભાગી નીકળ્યા. આવા ક્લેશમય વાતાવરણમાં કેવી રીતે રહેવાય ?
આ બંને વીણાવાદનમાં કુશળ છે એટલે જ્યાં જ્યાં જાય ત્યાં લોકોને વીણાવાદન દ્વારા મુગ્ધ કરી દે છે. સારા સારા ઘરની કન્યાઓ, સ્ત્રીઓ તેમને સાંભળવા દોડે છે પણ ગામના લોકોને જ્યારે ખબર પડી કે આ ચંડાળ છે ત્યારે તેમને નગરની બહાર કાઢી મૂક્યા અને રાજાને વિનંતી કરી કે આ બંનેને નગરમાં પ્રવેશ કરવા દેવો નહીં.
એક વખત કૌમુદી ઉત્સવ આવ્યો. લોકો બધા તેમાં જોડાય છે તે વખતે અનેક સંગીતકારો પોતાની કળા બતાવી રહ્યા છે ત્યારે આ બંને પણ પોતાની અંદરની વૃત્તિને રોકી શકતા નથી અને બુરખો પહેરીને ત્યાં વીણાવાદન કરવા લાગ્યા. તેનાથી બીજા સંગીતકારો ઝાંખા પડી ગયા. લોકો વિચારે છે કે આવા ગાયકો ગુપ્ત રહે તે કેમ ચાલે ? માટે બંનેનો બુરખો ખેંચી લીધો અને જ્યાં લોકોને ખબર પડી કે આ તો તે જ પેલા બે ચિંડાળો છે જેને આપણે કાઢી મૂક્યા હતા એટલે બંનેને સખત માર મારે છે અને ગામ બહાર કાઢી મૂકે છે.
પોતે નિર્દોષ હોવા છતાં જ્યારે આ રીતે લોકો સખત માર મારે છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org