________________
૩૬૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ઉત્કૃષ્ટ વિદનજય અહીં મિથ્યાત્વનો, વિષયનો, કષાયનો જય કરવાનો છે. જ્યારે આત્માને આત્મા, પરલોક, પુણ્ય-પાપની શંકા થાય. ધર્મનું ફળ હશે કે નહીં ? આમ મન ચકડોળે ચડે, મતિ મિથ્યાત્વવાસિત બની સંશય ઊભો કરે ત્યારે કલ્યાણમિત્રનો, ગુરુનો સંબંધ ગાઢ બનાવવો જોઈએ. ગુરનો આદર એ પરમગુરુનો આદર છે. ગુરુના બહુમાનથી પરમગુરુનું બહુમાન વધે છે.
સભા : આ પણ રાગ જ છે ને ?
ઉત્તર : સમજો, આ રાગ નથી, અનુરાગ છે. સ્ત્રીનો રાગ એ રાગ કહેવાય ત્યાં ચામડું એ રાગનું માધ્યમ બને છે. દેવનો રાગ અનુરાગ કહેવાય. આ રાગમાં ગુણોનું માધ્યમ છે આ રાગથી ગુણોની પ્રાપ્તિ થાય છે અને સંસારના રાગમાં કષાયો વધે છે. અજ્ઞાન-વિષય-કષાયની પરિણતિ વધે છે.
દિગ્યોહ તુલ્ય મિથ્યાત્વ છે. તે હોતે છતે ચારિત્રમાં રુચિ રહેતી નથી. ચારિત્રમાં આનંદ આવતો નથી અને જીવ પતિત પરિણામી બને છે. તેમાંથી બચવા માટે ગુરુ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવો, અનુરાગ હોવો જરૂરી છે. એના કારણે પોતાની દરેક વાત, ગુરુને કહે. તેમની સલાહ સૂચનનો સ્વીકાર કરે. ગુરુ ઉપરનો અનાદર કે અનાસ્થા એ પરમગુરુ ઉપરનો અનાદર કે અનાસ્થા સમજવી. ગુરુ કહે ત્યારે વિનિત શિષ્ય on the spot તત્કાળે તો ના ન જ પાડે. ત્યારે તો વાતને સ્વીકારી જ લે. સ્વીકારી લીધા પછી તે રીતે જવાની તૈયારી કરે. થોડે જાય, ફરી પાછો આવે, નમ્રતાથી પૂછે, ગુરુજી ! આપે શું કહ્યું તે ખ્યાલ નથી રહ્યો એમ ફરી પૂછવા આવે. આ જૂઠ નથી. ક્યારેક પરીક્ષા કરવા ગુરુએ કહ્યું હોય એવું કેમ ન બને ? શિષ્યને મારા પ્રત્યે કેટલો આદર, બહુમાન છે તે જોવા માટે પણ ગુરુએ કદાચ પરીક્ષા કરી હોય. હવે પહેલેથી તે વાત ન માને તો તેને અયોગ્ય સમજી કાંઈ જ કહે નહીં. એને કારણે પોતાના હિતની શક્યતા ડહોળાઈ જાય.
જીવો ત્રણ પ્રકારના છે. (૧) વિચાર પ્રસ્ત : પાંચ ઇન્દ્રિયોના વિષયોની વિચારણામાં જ જેનું
મન રમતું રહે... (૨) વિચારત્રસ્ત વ્યક્તિ પ્રત્યેના કષાયભાવથી જેનું મન ત્રસ્ત
રહે...
(૩) વિચારમસ્ત : વિષય-કષાયોથી ઉપર ઉઠેલું જેનું મન શુભ
વિચારોમાં રમ્યા કરે છે..
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org