________________
૩૬૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
જે વસ્તુ લેતા નથી તો પછી આપણા બધાથી તે કેવી રીતે લઈ શકાય ? પછી દારૂની પાર્ટી ચાની પાર્ટીમાં ફેરવાઈ ગઈ. મોરાજીભાઈ કહે, હું ચા પણ નથી પીતો. તો પેલા કહે, તમે શું પીઓ છો ? તો કહે એક ગ્લાસ લીંબુનું શરબત લઈશ. જીવનમાં આવી દઢતા જોઈએ. મિતાહાર અને નિયમિતતાથી તેઓ દીર્ધાયુ બની શક્યા છે. આપણે પણ આપણી ટેક અને નિયમને વળગી રહેવું જોઈએ.
આજે પહેરવા, ઊઠવા, બેસવા, ખાન-પાનાદિ પાંચે ઈદ્રિયોના વિષયમાં પશ્ચિમનું અનુકરણ કરવાથી આર્ય દેશ અનાર્ય બન્યો છે.
પાંચે ઈદ્રિયોનો સંયમ તે આર્યત્વ છે. પાંચે ઈદ્રિયોનો અસંયમ તે અનાર્યત્વ છે.
આજે તો ઘરમાંથી બહાર નીકળ્યા કે આર્યત્વનું જોખમ શરૂ થાય એવો દેશકાળ આવ્યો છે. માટે જ વગર કારણે ઘરની બહાર જવા જેવું નથી. જરૂર ન હોય તો ઘરમાં પણ મૌન રાખવા જેવું છે. વિપરીત પ્રવૃત્તિ, બિનજરૂરી પ્રવૃત્તિથી અટકી જવા જેવું છે.
જેને અધ્યાત્મ પામવું હશે તેને શરીરને શ્રમી બનાવવું પડશે, ઈદ્રિયને કાબૂમાં રાખવી પડશે, જીવનને અંતર્મુખ બનાવવું પડશે, મનને શાંત-પ્રશાંત-સંયમી બનાવવું પડશે, હૃદયને પરમાત્માનું અનુરાગી બનાવવું પડશે. બુદ્ધિને વિવેકનંતી બનાવવી પડશે. - આટલી વસ્તુ આવશે ત્યારે અધ્યાત્મનો પ્રવેશ થશે.
આર્યનું જીવન શ્રમવિનાનું ન હોય. આર્ય શ્રમથી પસીનાનો, લોહીનો પૈસો મેળવે. શરીરની સુખશીલતા તેને ન ફાવે. ઈન્દ્રિય સંયમી હશે તો અધ્યાત્મ આવશે. ઇન્દ્રિયોને બહાર વિષયમાં ભટકતી રાખશો તો અધ્યાત્મ નહીં આવે. પ્રતિક્રમણ કરો તો ઊભા ઊભા વિધિપૂર્વક કરો, કાઉસગ્ગ પણ વિધિપૂર્વક કરો. કાયયોગની જેમ મનયોગને પણ શ્રમ આપો એટલે સૂત્ર અર્થ અને તદુભય આચારનું પાલન કરો. લોગસ્સ બોલતાં ચોવીસે તીર્થકરો આપણા માનસપટ ઉપર ઉપસ્થિત થઈ જવા જોઈએ. એમાં ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો સંકલ્પ કરો કે લોગસ્સ ગણતાં અમારા મૂળનાયક ધર્મનાથ ભગવાનને તો મારે ખાસ યાદ કરવા છે. સત્તર લોગસ્સનો કાઉસ્સગ કરતાં મારે સત્તરે વાર અમારા ધર્મનાથ દાદાને યાદ કરવા છે. આ કરવા માટે સતત જાગૃતિ રાખવી જ પડશે. ભાવપૂર્વક ક્રિયા કરવાથી તેનો આસ્વાદ મળે છે.
શરીરને નવરાવવું, ધોવરાવવું, પંપાળવું, શણગારવું આવું આર્યત્વને અનુકૂળ નથી. શરીર પાસેથી કષ્ટ લેવું તે આર્યત્વ છે. શરીર-ઇન્દ્રિયો પાસેથી અતિ શ્રમ લીધા પછી ૬ કલાક ઊંઘો તો વ્યાજબી છે પણ શરીરને બેઠાડુ રાખીને નિરાંતે ૮-૧૦ કલાક ઘોરો, આરામ કરો, ઉંઘ તાણો તે વ્યાજબી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org