________________
ભાવશત્રુની ઓળખાણ
૩૬૩
(૧) જીવે અજીવ સંજ્ઞા
(૬) અસાધુમાં સાધુ સંજ્ઞા (૨) અજીવે જીવ સંજ્ઞા
(૭) મૂર્તમાં અમૂર્ત સંજ્ઞા (૩) માર્ગે ઉન્માર્ગ સંજ્ઞા
(૮) અમૂર્તમાં મૂર્ત સંજ્ઞા (૪) ઉન્માર્ગે માર્ગ સંજ્ઞા
(૯) ધર્મે અધર્મ સંજ્ઞા (૫) સાધુમાં અસાધુ સંજ્ઞા
(૧૦) અધર્મો ધર્મ સંજ્ઞા વળી (૧) લૌકિક દેવગત મિથ્યાત્વ (૨) લૌકિક ગુરુગત મિથ્યાત્વ (૩) લૌકિક પર્વગત મિથ્યાત્વ (૪) લોકોત્તર દેવગત મિથ્યાત્વ (પ) લોકોત્તર ગુરગત મિથ્યાત્વ (૬) લોકોત્તર પર્વગત મિથ્યાત્વ
ચોથા કર્મગ્રંથની પચાસમી ગાથામાં પ્રસિદ્ધ થયેલા (૧) અભિગ્રહિક મિથ્યાત્વ (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ (૩) આભિનિવેશિક મિથ્યાત્વ (૪) સાંશયિક મિથ્યાત્વ અને (૫) અનાભોગ મિથ્યાત્વ
વળી બીજી દૃષ્ટિથી મિથ્યાત્વનું વિશ્લેષણ કરતાં (૧) પ્રદેશ મિથ્યાત્વ (૨) પરિણામ મિથ્યાત્વ (૩) પ્રવર્તન મિથ્યાત્વ (૪) પ્રરૂપણા મિથ્યાત્વ
આ ૧૦ + ૬ + ૫ + ૪ = ૨૫ પ્રકારોને ગીતાર્થ ગુરુ પાસેથી સમજીને જીવે તેનાથી અળગા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અને સમકિતની પ્રાપ્તિ, રક્ષણ અને નિર્મળતા માટે વાડ સમાન સડસઠ ગુણોનું સેવન કરવું જોઈએ. મિથ્યાત્વ દૂર થવાથી ઉત્કૃષ્ટ વિઘ્ન દૂર થાય છે. સ્વરૂપની રુચિ થાય છે.
મિતાહાર અને નિયમિતતા આરોગ્ય માટે ઉપકારક મધ્યમ વિપ્ન દૂર કરવા માટે કાયાને કહ્યાગરી બનાવવી જોઈએ. રોગાદિ વિપ્નો આવતાં પહેલાં જીવન જ એવું બનાવી દીધું હોય કે રોગાદિ આવે જ નહીં. મિતાહાર-નિયમિતતા આવી ગઈ હોય તે આત્મા મોટે ભાગે રોગાદિને પામતો નથી. પણ તે માટે સત્ત્વ જોઈએ. સમાજનો ડર ન જોઈએ. લોકો શું કહેશે ? આપણા માટે શું વિચારશે ? એવી વૃત્તિમાંથી બહાર આવી જવું જોઈએ. મોરારજીભાઈ રશિયા ગયેલ. ત્યાં. તેમના માટે ખાસ દારૂની પાર્ટી ગોઠવી. બધા યથાસ્થાને ગોઠવાઈ ગયા. મોરારજીભાઈ પણ પોતાના સ્થાને બેસી ગયા. ક્રમસર મોરારજીભાઈને દારૂની પ્યાલી આવી. તેમણે નમ્ર પણ દઢ શબ્દોમાં કહ્યું, કે, “માફ કરજો ! હું દારૂ લેતો નથી” સોપો પડી ગયો. બધા વિચારે છે કે આપણા માનવંતા મહેમાન જ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org