________________
પ્રણિધાનાદિ પાંચ આશયો
૩૬૧
બગાડતા રહેશે. જ્યાં બીજો કોઈ ઉપાય ન હોય ત્યાં સહન કરવું એ જ ઉપાય છે. સહન ન થતું હોય તો પણ સત્ત્વ વિકસાવીને સહનશક્તિ વધારો. ઔષધ-ઉપચાર કરવા છતાં ન મટે તો તમે શું કરશો ?
વીર્યંતરાયનો ક્ષયોપશમ, સત્ત્વ, શક્તિ વગેરે પ્રયત્નથી વધારી શકાય છે. મહાપુરુષના સત્સંગથી આત્માને ભાવિત કરવાથી સત્ત્વ વધી શકે છે. અધિક અધિક પ્રયત્ન કરવાથી સત્ત્વ વધે છે. શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદ બંને માર્ગ કહ્યા છે. સામાયિક, પ્રતિક્રમણનું ફળ સમતા છે. એ સમતા મળતી હોય તો તે મુખ્ય છે.
ના ગુણસેન અને અગ્નિશર્માના પ્રસંગમાં અગ્નિશર્મા જ્યારે મારીને ભવનપતિમાં વાા પલ્યોપમના આયુષ્યવાળો વિદ્યુતકુમાર દેવ થયો પછી ઉપયોગ મૂક્યો કે હું ક્યાંથી આવ્યો ? ત્યાં પૂર્વભવના વૈરના કારણે ગુણસેન ઉપર દ્વેષ ભભૂક્યો અને તેનો બદલો વાળવા ધ્યાનમાં ઊભેલા ગુણસેન ઉપર ભળભળતી રેતીનો વરસાદ વરસાવ્યો ત્યારે ગુણસેને બીજા વિકલ્પો ન કરતાં, સત્ત્વ કેળવીને મૈત્યાદિ ભાવોમાં આગળ વધે છે. અગ્નિશર્માની સાથે વિશેષ મૈત્રી કરે છે. સમતા-સમાધિ ટકાવે છે. સમતા-સમાધિના, સહન કરવાના સંસ્કાર પાડ્યા છે તે સંસ્કાર વૃદ્ધિ પામે છે. ગુણસેનને ભવોભવ ઉપસર્ગ આવ્યા છે પણ છઠ્ઠા ભવમાં સહન કરવાથી પુણ્ય એટલું બધું વધી ગયું કે ઉપસર્ગ આવે તો દેવો તે ઉપસર્ગને દૂર કરવા માટે આવે છે. નાની , વસ્તુને સહન કરતાં શીખશો તો મોટી વસ્તુ સહન કરવાની ટેવ પડશે. સહન કરવાના દઢતર સંસ્કારથી મૃત્યુ વખતે પ્રાયઃ સમાધિ ટકી જ રહેશે. ઊંચી કોટીના દૃષ્ટાંત જોયા પછી મારાથી આ ન થઈ શકે એવો negative approach નિષેધાત્મક વલણ રાખવા કરતાં મારાથી જે શક્ય હોય તે સહન કરવા માંડવું જ છે એવા positive approach વિધેયાત્મક વલણથી આગળ વધવા માંડો. પ્રવૃત્તિ અને પરિણતિને નિકટનો સંબંધ છે. પરિણતિના અવસરે પરિણતિને બગાડવી નહીં, પ્રવૃત્તિ કરવાના સમયે ઊંચી કોટીની. પ્રવૃત્તિ કરી લેવી એ વિવેકદૃષ્ટિ છે.
કાયાનો બગાડો – જગત સજા કરે. વચનનો બગાડો - સમાજ સજા કરે. મનનો બગાડો – કર્મસત્તા સજા કરે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org