________________
૩૬૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
નહીં રોવાનાં. જગતપતિ પાસે દીન બનીને જીવવું એ ભૂષણ છે. ભક્તિનો અલંકાર છે.
જ્યાં અતિક્રમણ ત્યાં પ્રતિક્રમણ જરૂરી – મિતાહારમાં પણ પોતાના જીવનમાં એટલું વાપરવું કે ખાધા પછી જડતાન લાગે અને ઉપવાસમાં ર્તિ લાગે. ઉપવાસ ને ખાધામાં કોઈ ભેદ ન લાગે. આ કળાથી મિતાહારી જીવનપદ્ધતિ અપનાવી શકાય છે. ક્યાંય પણ અતિક્રમણ કરશો નહીં. કરશો તો પ્રતિક્રમણ કરવું પડશે. બાવીસ ભગવાનના શાસનમાં પ્રતિક્રમણ નિત્ય કેમ નહીં ? કારણ કે અતિક્રમણ હતું જ નહીં. જ્ઞાનીઓએ આપણા માટે બંધનો મૂક્યાં છે કારણ કે આપણે જડ અને વક્ર છીએ. તપ કોને કહેવાય ? સાધુ ખાય તો પણ ઉપવાસી કારણકે તે આત્માના સ્વરૂપની નિકટમાં સદા રહે છે. સ્વરૂપમાં રહેવા માટે જ આ બધું કરવાનું છે. આ રીતે કરવાથી વ્યવહારથી ભલે એકાસણું કર્યું કહેવાય પણ નિશ્ચયથી ઉપવાસ કહેવાય. આગળના દિવસે ઠાંસીને ખાવ, પેટ બગાડો એટલે આજનો તપ ગયો. આવતી કાલે આકુલવ્યાકુલ થાવ એટલે આવતી કાલનો તપ પણ બગડે. ઉણોદરી તપ એ મહાન તપ છે. જેને રસની લોલુપતા ન હોય તે ઉણોદરી તપ કરી શકે. રસત્યાગ કરો - ભાવતી ચીજ વધારે ન ખવાય. આજે અણસણ તપ એ તપ તરીકે ગણાય છે. પણ ઉણોદરી, રસત્યાગ, વૃત્તિસંક્ષેપ જેની પાસે નથી તે વાસ્તવિક તપસ્વી નથી. આજે જેટલું ખાઓ છો તેનાથી અડધું ખાતાં થઈ જાવ તો પ્રાયઃ રોગાદિ આવશે જ નહીં. વૈજ્ઞાનિકો કહે છે કે, તમે જરૂર કરતાં છગણું ખાવ છો. એનાથી રોગો થાય છે. રોગાદિ આવે ત્યારે એને સમાધિપૂર્વક સહન કરવું એ રાજમાર્ગ છે. સુખશીલિયાપણું છોડવાથી સત્ત્વ વધશે. મધ્યમ વિધ્વજય આ રીતે ઉત્સર્ગમાર્ગે, સહન કરીને સમાધિ ટકાવવાથી થાય છે.
આ સાત્ત્વિકતા છે. રોગના સમયે ધર્મક્રિયા ન થાય પણ સમાધિ ટકતી હોય તો દવા લેવાની જરૂર નથી. તારે પૂજા કરીને સામાયિક કરીને શું કરવું છે ? પડ્યા પડ્યા સમતા રહેતી હોય તો શું ખોટું છે ?
પ્રશ્ન : રોગના કાળે બાહ્યધર્મ નથી થતો તો દવાના બાટલાઓ ચડાવી ધર્મક્રિયાઓ કરવી કે રોગકાળે સમતા રહેતી હોય, સમાધિ ટકતી હોય તો ધર્મક્રિયાને ગૌણ કરીને દવા ન લેવી ? આ બેમાંથી કયો માર્ગ પસંદ કરવા જેવો છે ? કયો માર્ગ શ્રેષ્ઠ છે.
ઉત્તર : પૂજા-સેવા વગેરે વ્યવહાર ધર્મ છે અને સમતા સમાધિ એ નિશ્ચય ધર્મ છે. નિયધર્મ ટકી શકતો હોય તો પક્ષઘાતના દર્દી દવા ન કરે તો પણ ચાલે. આપણે ડાહ્યા હોઈએ તો કોઈ આપણને ગાંડા કરી શકે તેમ નથી અને આપણે ગાંડા હોઈશું તો બધા તમારું બધી રીતે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org