________________
૩૫૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
છે. મનને કન્ટ્રોલમાં લઈને પ્રાણને કન્ટ્રોલમાં લેવા એ રાજયોગની સાધના છે. જેમ જેમ પ્રાણશુદ્ધિ કરો, આસન કરો તેમ તેમ પ્રાણનાં સ્પંદનો ઘટે. કર્મનો ક્ષયોપશમ થતાં મતિજ્ઞાનનો ઉપયોગ નિર્મળ બનતો જાય છે.
એક બાજુ શરીર ઃ ઇન્દ્રિય જડ છે. વચ્ચે પ્રાણ છે. બીજી બાજુ મન અને બુદ્ધિ છે. ચૈતન્યતત્ત્વ છે. પૂર્ણજ્ઞાનનો અંશ છે.
તો પ્રાણ જડ કે ચેતન ?
શ્વાસ જડ છે પણ હોય છે જીવને, જડ હોતે છતે શરીર-ઈદ્રિયને અસર કરે છે અને બીજી બાજુ મન અને બુદ્ધિને અસર કરે છે. - કોઈ કહે દસ હજાર રૂપિયા આપું તારું નાક દબાવવા દે ! તમે હા પાડો ? ના, કેમ ? નાક દાબી દીધા પછી કયું સુખ અનુભવી શકાય ? કઈ ક્રિયા તમે કરી શકો ? આ બધાં વિજ્ઞાનનાં તત્ત્વો છે. પ્રાણોને જોતાં શીખો. શરીરના રોગો પણ દૂર થઈ શકે, આત્માના કષાય પણ દૂર થઈ શકે. પ્રાણ દ્વારા શરીર-ઇન્દ્રિય સુધારી શકાય છે તેમ મનબુદ્ધિ પણ સુધારી શકાય છે, માટે પ્રાણો ત્રાજવાની તુલાની જેમ વચમાં છે. પ્રવૃત્તિ આશયના આલંબને ક્રિયામાં એકાગ્રતા અને સ્થિરતા વધતી જાય છે.
ત્રીજો આશય વિનય જીવ આત્મકલ્યાણના માર્ગે આગળ વધે છે. ત્યારે સેંકડો વિઘ્નો આવે છે “શ્રેયાંસ વવજ્ઞાનિ' પાપીને કર્મસત્તા અનુકૂળ જ હોય છે. બાંધેલાં કર્મો ઉદયમાં આવીને તેનો વિપાક દેખાડે તે પહેલાં જ સત્તાગત કર્મોને શૌર્યથી ખતમ કરો અને ઉદયપ્રાપ્ત કર્મોને સમતાથી સહન કરો. કર્મસત્તા કદાચ તમને ભવિષ્યમાં શ્રેણિકાદિની જેમ નરકના કેદખાનામાં નાંખે પણ તે વખતે શૌર્ય અને સમતાની ધર્મરાજાની મહામૂલી ભેટ તમારી પાસે હશે તો તમે કર્મની સામેના મોરચામાં જીતી જશો. પ્રભુએ તપ, ત્યાગ, ઉપસર્ગ, પરીષહને સહન કરવામાં પરાક્રમ વાપર્યું છે. એટલું શૌર્ય ન હોય તો તમે શાંત બની જાવ, સમ બની જાવ. સંસારની પ્રવૃત્તિ બંધ કરી દો. તેનાથી પાછા ફરીને આત્માના ઘરમાં આવી જાવ. આ બે વિકલ્પની સામે ત્રીજો વિકલ્પ એ છે કે આજે તમને જે સામગ્રી મળી છે તેનો સદુપયોગ કરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી, પાપકર્મોને હડસેલી નાખો.
(૧) ક્યાં શૌર્યથી કર્મો ખતમ કરો (૨) અથવા સમતાથી સહન કરો (૩) તે પણ ન બને તો સદુયપોગ કરી પુણ્યોપાર્જનથી પાપને દૂર કરો - આ ત્રણમાંથી એક પણ કરવું હશે તો વિપ્નની સામે સામનો કરવો પડશે.
ખાઈ-પીને મજા કરવી હશે તો કંઈ વાંધો નથી આવવાનો. ભગવાન પણ ૩૦ વર્ષ સુધી ઘરમાં રહ્યા ત્યારે કર્મો ઉદયમાં ન આવ્યાં. ચારિત્ર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org