________________
૩૫૬
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આપણાથી ઊતરતી કક્ષાના જીવો પ્રત્યે દ્વેષ ન જોઈએ, પણ કરુણા જોઈએ કે આનું શું થશે ?
(૨) જેઓ સમકક્ષ છે, તે જીવો પર પરોપકારનો અને સહાયક થવાનો ભાવ રાખવો જોઈએ.
(૩) જે આપણાથી ઉચ્ચકક્ષાનું જીવન જીવે છે તે પ્રત્યે પ્રમોદભાવ કરવો જોઈએ.
ક્રિયામાં ઉપયોગને ચોંટાડવાનો છે અને તે વખતે અંતઃકરણની સ્થિતિ આવી ત્રણ પ્રકારની રાખવાની છે. જેથી સાધનાનો ગર્વ થાય નહીં કે મારા જેવું ઉત્કૃષ્ટ કરનાર કોઈ જ નથી.
| સર્વ જીવો જોડે ઉચિત ભાવો સેવવાથી સુસંસ્કારો પડે છે અને અશુભ અનુબંધ પડતા નથી. બીજાની સાધનાની આ રીતે કિંમત આંકી, માટે સાનુબંધતા પ્રાપ્ત થાય છે. ઉચ્ચ અને ગુણી આત્માઓ પ્રત્યે પ્રમોદભાવ રાખવાથી તેમના આશીર્વાદ મળવાથી અશુભ અનુબંધના કચરા નીકળી જાય છે તેથી ભવિષ્યમાં પણ વિપ્ન આવતાં અટકી જાય છે.
સંસારી પાસે પ્રણિધાન છે પણ સમ્યગુ નથી. પ્રણિધાન સમ્યગુ ન હોવાથી કષાયો વધે છે અને જો પ્રણિધાન સભ્ય બને તો ઉપશમભાવ પ્રાપ્ત થાય છે. અર્થ–ઉપાર્જનનું પ્રણિધાન સમ્યગુ નથી. પુણ્યથી મળતા પૈસા આત્માને કષાયથી લેપે છે. પરિણામ મલિન થાય છે. પૈસા પર છે. આત્મા સ્વ છે. પૈસા મળવાથી આત્માને બગડવાનું થતું હોય તો તે કેટલા અંશે વ્યાજબી છે ? આ આશયો અચરમાવર્તમાં નથી આવતા. ચરમાવર્તમાં પણ ભારે કર્મીને નથી આવતા. દૃષ્ટિ ઉત્તરોત્તર નિર્મળ બને તો આની ઉપાદેયતા સમજાય છે.
પ્રવૃત્તિ આશય પ્રશ્ન : પ્રવૃત્તિ વગેરેમાં પણ ક્રિયા છે છતાં તેને આશય કેમ કહ્યો ?
ઉત્તર : પ્રણિધાનાદિમાં પણ ક્રિયા છે છતાં તેમાં પરિણતિની મુખ્યતા છે તેથી તેમાં પ્રવૃત્તિ રૂપ અંશ હોવા છતાં આના દ્વારા ઉત્તરોત્તર સંસ્કારનું દેઢીકરણ થાય છે તેથી સંસ્કારને પ્રધાનતા આપી પ્રવૃત્તિને આશય કહેવાય છે.
પ્રણિધાનને અનુરૂપ પ્રવૃત્તિ કરતાં પૂર્વ કરતાં દઢતર અભ્યાસ થાય છે. ઉપયોગપૂર્વક ક્રિયા કરવાથી જીવ તેમાં તન્મય બને છે. આત્મા જોડાયેલો રહે. તેનો ઉપયોગ બહાર જતો નથી. અધિક અધિક વીર્ય વપરાતું હોવાથી યત્નના અતિશયવાળી પ્રવૃત્તિ બને છે. જેના ફળ રૂપે આત્માનો ઉપયોગ ક્રિયામાં પકડાયેલો રહે છે. આ છે પ્રવૃત્તિઆશય, અહીં સંકલ્પ-વિકલ્પો ઓછા થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org