________________
, Bધાનાદિ પાંચ આશયો
સમ્યગ્દષ્ટિનો બોલ કેવો છે એના એક એક વિશેષણ મૂક્યા પછી છેલ્લે વિશેષણ પ્રાણ પ્રળિયાનવિયોનિરિતિ ! એ સમજાવી રહ્યા છે. સમ્યગ્દષ્ટિનો બોધ પ્રાયઃ પ્રણિધાન દેની ઉત્પત્તિનું કારણ છે (૧) પ્રણિધાન (૨) પ્રવૃત્તિ (૩) વિધ્વજય (૪) સિદ્ધિ અને (૫) વિનિયોગ આ પાંચ આશય છે.
એકથી ચાર દામાં વ્યવહારથી પ્રણિધાનાદિ આવે છે. પાંચમી દષ્ટિમાં તાત્ત્વિક પ્રણિધાનાદે આવે છે. આ પાંચ આશયથી સાનુબંધ ધર્મની પ્રાપ્તિ થાય છે ધર્મની સફળતા થાય છે. આશય એટલે પરિણામ. પરિણામ વ્યાપક શબ્દ છે. કષાયના પરિણામ, બોલવાના-ખાવાના-પીવાના-પુદ્ગલના પરિણામ આ બધે પરિણામ શબ્દ વાપરી શકાય છે. આશયનો અર્થ સંસ્કાર થઈ શકે છે. આ + શય શબ્દ છે. “આ” એટલે સમન્નતિ (ચારેબાજુથી) શેતે સૂઈ જાય છે) મણિનું પત્તે આય: બોધ જેમાં સૂઈ જાય છે તે આશય.
કોઈ પદાર્થનું જ્ઞાન થાય પછી એ કાયમી નથી રહેતું. નવું જ્ઞાન પેદા થાય એટલે પૂર્વજ્ઞાન જતું રહે છે. જ્ઞાન ભલે નષ્ટ થાય પણ તે આત્મામાં તેનો સંસ્કાર પાડીને નાશ પામે છે.
જ્ઞાનને અનુરૂપ આબેહૂબ સંસ્કાર પાડીને નાશ પામતું જ્ઞાન સંસ્કાર રૂપે જીવંત રહે છે. આ અનુભવસિદ્ધ વાત છે. એક માણસને આજે જોયો. નામ-ઠામ વગેરે પૂછ્યું. પાંચ વર્ષ પછી તે માણસ મળ્યો છે. વચમાં બીજાં બધાં જ્ઞાનો અને બીજી વ્યક્તિઓના પરિચય થાય છે, ઘણાં દેશ્યો જોવા છતાં, પાંચ વર્ષ પછી આ તે માણસ છે એવું જ્ઞાન કોના બળે થયું ? સંસ્કારના બળે થાય છે.
પ્રણિધાનાદિ પાંચ આશયો, તે તે ક્રિયા દ્વારા નવા, સંસ્કારો ઊભા કરીને આંતરિક સ્થિતિ ઉત્પન્ન કરી છે. આશયો એટલે બોધ સંસ્કારરૂપે રહી જવો તે.
આ સંસારમાં પદાર્થોનું જ્ઞાન કર્યા પછી રુચિને અનુરૂપ તેના સંસ્કારો પડતા હોય છે. અને ધર્મની ક્રિયા કરતાં રુચિની અલ્પતાના કારણે તેના, ઉપશમભાવના કે ક્ષયોપશમ ભાવના સંસ્કારો પડતા નથી. સંસારમાં આ પાંચે આશયો પ્રવર્તે છે. ધર્મક્રિયાના મૂળમાં આ આશયો નથી. આશય વિના સંસ્કારો ઘડી શકાતા નથી. પાડી શકાતા નથી માટે ધર્મ, ધર્મરૂપ બનતો નથી ધર્મક્રિયાના મૂળમાં આ આશયો ન આવે તો બધી ક્રિયા દ્રવ્યક્રિયા બને છે. દ્રક્રિયાનું મૂલ્ય વિશેષ કંઈ જ નથી. બે બદામ જેટલું જ છે.
ઔદયિકભાવમાંથી ક્ષયોપશમ ભાવમાં આવવા માટે અને ક્ષયોપશમભાવમાંથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org