________________
ભાવશત્રુની ઓળખાણ
૩૬૫
નથી. ઊંઘને ઓછી કરવી છે ? તો તે માટે નિદ્રા વખતનાં જેટલાં સુખનાં સાધનો રાખ્યાં છે. a.c.ને ડનલોપ આ બધું કાઢી નાખો. ડનલોપને બદલે સંથારા ઉપર સૂવાથી ઊંઘ ઓછી થઈ જશે. સુખશીલતામાં પ્રમાદ વધારે પોષાય છે. બપોરે મર્યાદિત ખાવ. સાંજે ખાવાનું ઓછું કરો, બંધ કરો તો વધારે સારું. સાંજે એક ટંક ખાવાનું ઉડાવી દેવાથી સમય બચશે, ઊંઘ ઓછી થશે, આરોગ્ય અને ધર્મ જળવાશે. તે ન થાય તો બપોરનો નાસ્તો બંધ કરો. આજે શરીરની અને વસ્ત્રની પળોજણમાં જે સમય વેડફી રહ્યા છો તે બંધ થઈ જશે. સમયથી કોઈ ચીજ મૂલ્યવાન નથી. માનવજીવનના સમયનું મૂલ્ય સૌથી વધારે છે. સંસારની પ્રવૃત્તિમાંથી ઉતાવળ કરી સમય બચાવીને આત્માનું સાધન કરે તો સમયનું મૂલ્ય આંક્યું કહેવાય. આજે જીવ પ્રમાદમાં, નિદ્રામાં, મોજશોખમાં બેરોકટોક સમય વિતાવે છે તેનાથી સંસ્કારો એવા દેઢ પડી જાય છે કે તે પછી નીકળવા મુશ્કેલ બને છે. સંસારનાં કાર્યોમાં જેવો ને જેટલો રસ રાખ્યો હોય તો તે સંસ્કારો ધર્મકરણી વખતે પણ ઊછળીને આવી જતા હોય છે. વેપાર છોડ્યા છતાં પણ તમારો રસ તેની વાતોમાં સમય બગાડશે. આવું ન થાય તે માટે અત્યારથી આત્મા અને આત્મસાધક પદાર્થોમાં જ રસ રાખો. અન્યત્ર નિરસપણે જીવન જીવવું જોઈએ. સ્વાર્થી અને વિષયલંપટ જીવન તો દુર્ગતિનું દ્વાર છે.
સમકિતીને તો જગતના કોઈ પદાર્થો સ્પર્શતા નથી માટે તે દેવલોકમાં અથવા મોક્ષમાં જાય છે. જે હૃદયમાં પરમાત્માનો રાગ નહીં તેને સમ્યકત્વ આવે નહીં આજે આખી જીવનપદ્ધતિ સુધારવા જેવી છે. શરીર શ્રમી બનાવો, ઈન્દ્રિયોને અંતર્મુખ બનાવો, મન પરમાત્માતત્ત્વનું અનુરાગી જોઈએ. શુભકર્મ
એ પુણ્યતત્ત્વ છે. સંસ્કરણ એ આત્મપરિણામ છે. શુભ સંસ્કરણના બળે વિજય શક્ય બને છે. પ્રતિકૂળતાઓને સહન કર્યા કરવાના સંસ્કારોનાં મૂળિયાં દઢ બન્યાં હશે તો રોગકાળે વિદનજય સરળ બનશે. તાવ વગેરેમાં ઉત્સર્ગમાર્ગે સહન કરવું, દવા ન લેવી. રોગાદિને સહન કરવા એ રાજમાર્ગ છે. સનતુ ચક્રવર્તીએ રોગો સહન કર્યા તો આત્મિક શક્તિ લબ્ધિઓ ઉત્પન્ન થઈ અને લબ્ધિનો પણ ઉપયોગ ન કર્યો તો મોક્ષ નિકટમાં મળી જશે. સુખનાં સાધનો, સુખનો ભોગવટો છોડવા જેવો છે. તો પ્રતિકૂળતાને જીરવી શકશો. પણ એમ લાગે કે સમાધિ ટકે એમ નથી તો દવા ઔષધોપચાર કરે. તો સમતા સમાધિ ઢકે તે લક્ષ્યમાં રાખીને કરે આજે સહન થાય છે પણ આગળ જતાં રોગ વિકરાળ બને તેમ લાગે તો આજે પણ ઔષધ કરે. આ વિવેકદૃષ્ટિ છે. જૈનશાસન જ આવું સમજાવે છે. અનુભવથી આવી વિવેકદૃષ્ટિ આવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org