________________
કલ્યાણમિત્રની ઉપયોગિતા
ગુરુની જેમ કલ્યાણ મિત્ર જોડે પણ આ રીતે ઘનિષ્ઠ સંબંધ બાંધવો જોઈએ. જે આપણી સાથે કાયમ પ્રીતિથી રહેતો હોય, આપણી સારણા, વારણા, વગેરે કરતો હોય તેની સાથેનો પ્રીતિસંબંધ તોડવા જેવો નથી. જે અણીના સમયે બચાવે છે, તે ગુરુતુલ્ય છે.
ના અપેક્ષાએ ગુર કરતાં પણ અધિક છે. નેમ-રાજુલ, શંખ-કલાવતી, શ્રેયાંસ અને ઋષભદેવ ભગવાન, વીર-ગૌતમ, મલ્લીકુંવરી અને બીજા રાજાઓ વગેરેનો ભવોભવનો અતૂટ સંબંધ જોતાં એમ લાગે છે કે (૧) કલ્યાણમિત્રનો યોગ (૨) તેમના પ્રત્યે આદર-બહુમાન-ભક્તિ અર્થાતુ તેમના ગુણોમાં અત્યંત રાગ (૩) તેમના વચનને સ્વીકારવાની તૈયારી અને (૪) તેમના વિયોગમાં દુઃખની અનુભૂતિ આ ચાર કારણ ભેગાં મળે તો કર્મસત્તાની તાકાત નથી કે ભવાંતરે પણ તેમનો વિયોગ કરાવી શકે. બહુધા આવા જીવોનું મોક્ષગમન પણ સાથે જ થતું હોય છે.
સંસારસાગર તરવા માટે આ રીતે કલ્યાણમિત્રનો યોગ વગેરે અત્યંત ઉપકારી બની રહે છે. અગ્નિશર્માને, કલ્યાણમિત્ર ગુણસેનનો યોગ થયો પણ તેના પ્રત્યે આદર-બહુમાન-ભક્તિને બદલે છેષ વર્ધમાન રહ્યો માટે તે આત્માનું સંસાર પરિભ્રમણ ખૂબ વધી ગયું.
બ્રહ્મદત્તના પૂર્વભવ સંભૂતિના ભવમાં ચિત્ર અને સંભૂતિ નામના બે ભાઈઓ છે. વાણારસી નગરીમાં ચંડાળકુળમાં જન્મ્યા છે.
વાણારસી નગરીનો રાજા શંખ. તેના અંતઃપુરમાં એક વખત તણખો ઝર્યો અને પોતાનો જ મંત્રી નમુચિ પોતાની પટ્ટરાણીની સાથે ભોગ ભોગવતો પકડાઈ ગયો અને રાજાનો પિત્તો સાતમા આસમાને ગયો. ચંડાળને બોલાવીને આજ્ઞા કરી કે આને જંગલમાં લઈ જઈ એના શરીરના ટુકટે ટુકડા કરી ચારે દિશામાં ફેંકી દો.
અહો ! વિષયવાસના કેવી ખરાબ છે કે ઘુવડને તો દિવસે દેખાતું નથી પણ સ્ત્રીમાં લંપટ બનેલા કામાંધને તો રાત્રે કે દિવસે ક્યારેય દેખાતું નથી. કામાંધને સો સો યોજન સુધી બધું ઉજ્જડ અને વેરાન જ દેખાય છે.
ગુજરાતીમાં કહેવત છે કે ““પાપ ફૂટે છે ત્યારે છાપરે ચડીને પોકારે છે.''
પકડાયેલો નમુચિ પોતાને બચાવવા ચંડાળને આજીજી કરે છે. નમુચિ વીણાવાદનનો સારી રીતે જાણકાર છે. એટલે ચંડાળ કહે છે કે જો તું મારા બંને દીકરાને વીણાવાદન શીખવાડે તો તને બચાવું. તારે મારા ઘરમાં ગુપ્તપણે રહેવાનું અને મારા બંને દીકરાને વીણાવાદનમાં તૈયાર કરવાના. જીવવા મળતું હોય તો કોણ ન સ્વીકારે ? નમુચિએ સ્વીકાર્યું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org