________________
ભાવશત્રની ઓળખાણ
સ્થિરાદષ્ટિમાં ગ્રચિભેદ થયા પછી જીવ કેવા સ્વરૂપને પામે છે, તેના વિશેષણો બતાવતાં ગ્રંથકાર કહે છે કે સમ્યકત્વી કોઈને પીડારૂપ ન બને, પોતાનું ચાલે ત્યાં સુધી બીજાના તોષમાં જ રહે. તેને સંસારનું સ્વરૂપ ઓળખાઈ ગયું છે. વિનાશીનું સ્વરૂપ ઓળખાઈ ગયા પછી હવે તેને સંસારના પદાર્થો આકર્ષણરૂપ બનતા નથી. શક્તિ, સંયોગો, સામગ્રી વગેરે જે કાંઈ મળ્યું છે તે પણ વિનાશી છે, તેનો જેટલો સદુપયોગ થાય તેટલો કરી લેવા જેવો છે, આ જ સાર છે. “અસારાતુ સાર ઉદ્ધરત” એટલે અસારમાંથી આ સાર છે. તેને લેતાં શીખવું જોઈએ.
સમ્યકત્વીને બીજા જ્યારે પ્રતિકૂળ વર્તે ત્યારે નિમિત્તકારણ પ્રત્યે તેને દ્વેષ થતો નથી, કારણ કે દૃષ્ટિ શુદ્ધ બની છે. મૂળ કારણ તરીકે પોતાનાં કર્મો તેને દેખાય છે માટે સમકિતી અંતર્મુખ બની દુઃખને દેવું ચૂકવવાનો અવસર માની વધાવી લે છે. વળી દુઃખ આપનાર પ્રત્યે તેને કૂણી લાગણી છે કારણ કે જિનશાસનની સમજણ રૂપી સંપત્તિ મળી છે ત્યારે આ વ્યક્તિએ કર્મોની ઉઘરાણી શરૂ કરી છે તેનો મોટો ઉપકાર માને છે. મુસલમાન, સિંધી વગેરે કોઈ ઝનૂની કોમમાં આવું દુ:ખ પડ્યું હોત તો “મારું કે મરું” એવી વૈરવૃત્તિથી વળી નવાં કર્મો બાંધ્યાં હોત. પૈસા હોય અને કોઈ ઉઘરાણીએ આવે તો આપણું દેવું ચૂકવાઈ જાય છે તેમ અહીં પણ સમકિતી પોતે પ્રસન્નતાથી પ્રસંગોમાંથી પસાર થઈ જાય છે. સમકિતીની આશયશુદ્ધિ છે પ્રણિધાન, પ્રવૃત્તિ પછી આવતાં વિષ્ણજયમાં પણ તે જવલંત સફળતા મેળવે છે.
ઠંડી, ગરમી વગેરે બાહ્ય ઉપસર્ગો, કષ્ટો વગેરે જઘન્ય વિઘ્ન છે. શરીરની પ્રતિકૂળતા – તાવ વગેરે આવે તે મધ્યમ વિપ્ન છે અને અધ્યાત્મમાં ઉત્કૃષ્ટ વિન્ન મિથ્યાત્વ છે. આત્મા તેનો જય કરી શુભ પરિણામ ઊભો કરી શકે તો વિધ્વજય કહેવાય
મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય પદાર્થનું સમ્યક સ્વરૂપ જોવામાં અવરોધક બને છે. મિથ્યાત્વી પદાર્થનું સમ્યક સ્વરૂપ જોવામાં મૂંઝાય છે. મિથ્યાત્વ આત્માને તેનું વાસ્તવિક આત્મસ્વરૂપ જોવા દેતું નથી. સમજવા દેતું નથી અને દેહમાં હું બુદ્ધિ કરાવે છે, અને આત્માને મૂંઝવે છે.
આ મિથ્યાત્વને ટાળવા માટે ૨૫ પ્રકારના મિથ્યાત્વથી અળગા રહેતાં શીખવું જોઈએ અને સમકિતના સડસઠ બોલની સક્ઝાય કંઠસ્થ કરી તેનાથી આત્માને ભાવિત કરવો જોઈએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org