________________
આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ
૩૦૯
છે. પ્રન્યિ ગયા પછી મતભેદ ઊભા રહેતા નથી. મતભેદમાંથી મનોભેદ, તનભેદ સર્જાય છે મતભેદમાં કારણ ગ્રન્થિ છે.
પછીની ચાર દૃષ્ટિમાં પારમાર્થિક વિષય સંબંધી આ મતભેદ રહેતો નથી. મતભેદ કેમ થાય છે ? અહંકારનું પ્રઘનીકરણ થઈ ગયું છે. માટે મતભેદ ચાલુ છે.
સમકિતી નિરંતર સમતાને અનુસરે છે. મિથ્યાત્વી નિરંતર વિકલ્પોને અનુસરે છે. અહંકાર નિરંતર વિકલ્પોને કરાવે છે. અહંકાર ગયા પછી વિકલ્પો વિલય પામે છે.
સમ્યગ્દષ્ટિ આત્મા અનેકાન્ત દૃષ્ટિ અને સ્ટાદ્વાદના બળે બીજાના ઝઘડાનો નિકાલ લાવે છે. તે બૌદ્ધોને, સાંખ્યને અને બીજા બધાને કહે છે કે તમે શા માટે પરસ્પર ઝઘડો છો ? તમે જે આત્માના સ્વરૂપની વાત કરો છો તે અમને તે તે અપેક્ષાએ માન્ય છે. આમ બીજાના ઝઘડા મિટાવનાર કદી પોતાના ઘરમાં ઝઘડા ઊભા રાખે એવું બને ?
આજે અનેકાન દર્શનમાં પણ જે સંઘર્ષ દેખાય છે તેનું કારણ અનેકાન્ત દર્શનમાં જન્મ્યા છે એટલું જ. પણ અનેકાન્ત દૃષ્ટિ પરિણામ પામી નથી. સત્ય કદી ટકરાતું નથી. પરસ્પરનો અહંકાર જ ટકરાય છે. અને એ અહંકારને પછી સત્યનો ઝભ્ભો પહેરાવવામાં આવે છે. સત્ય, સિદ્ધાંત, શાસન, શાસ્ત્ર, જિનાજ્ઞા આ બધા શબ્દોનો આજે જેટલો દુરુપયોગ જોવા મળે છે એટલો દુરુપયોગ કદાચ પહેલાં ક્યારેય જોવા મળ્યો નહીં હોય. સત્ય એ સમતા અને સમાધિ સ્વરૂપ છે અને શાસ્ત્રો તેને પામવા માટે છે, વાદ-
વિવાદ માટે નથી. એ ખ્યાલ આવે તો જ સંઘર્ષનો અંત આવે, અને જૈનશાસનની વિજયપતાકા આકાશમાં ઊંચે ઊંચે લહેરાય !!
આપણે સમ્યગ્દર્શન પામ્યા નથી. માટે જ્યાં ભૂલ થતી હશે ત્યાં આવાં જ કોઈ કારણો હશે.
ગુણદષ્ટિ અને દોષદૃષ્ટિ ગુણદષ્ટિ વ્યાપક બને, દોષદષ્ટિ નીકળી જાય, ત્યારે સમ્યગ્દર્શને આવે છે.
પ.પૂ. યશોવિજયજી મહારાજની ચોવીસી ભક્તિના માધ્યમથી પરમાત્મા સ્વરૂપને ઓળખાવે છે. અને પ.પૂ. આનંદઘનજી મહારાજ અધ્યાત્મના માધ્યમથી પરમાત્માનો પરિચય કરાવે છે, જ્યારે પ.પૂ. દેવચન્દ્ર મહારાજ દ્રવ્યાનુયોગના માધ્યમથી પરમાત્માનો વાસ્તવિક પરિચય કરાવી, આપણને સ્વરૂપ રુચિ કરાવવા ખૂબ સફળ બન્યા છે. | ચંદ્ર જેવી સૌમ્યતા, આલ્હાદકતા, ઇન્દ્ર જેવું ઐશ્વર્ય, સૂર્ય જેવી તેજસ્વિતા,
મેરુ જેવી ગંભીરતા પ્રભુમાં ક્યાંથી આવી ? તેના જવાબમાં ઉપાધ્યાયજી Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org