________________
૩૨૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
જ નહિ. અને સામાની પાત્રતા હોય તો તે વ્યક્તિને ઉપકાર થયા વિના રહે નહીં.
૨૦૧૪નું સંમેલન નિષ્ફળ ગયું ત્યાર પછી રીલીફ રોડના કોઈક મકાનમાં બધા સાધુઓ ભેગા થયા હતા. તે વખતે સંમેલન કેમ નિષ્ફળ ગયું તેની દરેક સાધુઓ વિચારણા કરતા હતા. તે માટે સૌ પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા કે ફલાણાએ આમ કર્યું, ફલાણા આમ બોલ્યા માટે નિષ્ફળ ગયું. ત્યારે પંન્યાસજી મહારાજે કહ્યું કે આપણું પુણ્ય ઓછું પડ્યું માટે નિષ્ફળ ગયું. પુણ્ય બળવાન હોત તો આવું થાત નહીં. પુણ્ય વધારવું હોય તો સાધના વધારો. તો પુણ્ય વધશે. પુણ્ય ઓછું કેમ પડ્યું ? સાધના ઓછી હતી. પુણ્ય વધશે તો કાર્યમાં સફળતા વધશે. ક્યાંય નિમિત્ત કારણ ઉપર દોષ ઢોળવાની વાત જ નહીં, બધા દોષોને આપણા ઉપર ઢોળી, બીજાને નિર્દોષ ઠેરવીએ તો અંતર્મુખતા આવી કહેવાય. આવું ન કરીએ તો ગ્રન્થિભેદ થયો નથી એમ સમજો.
ગંભીર વ્યક્તિ ઉપલકિયો વિચાર ન કરે, ઊંડાણથી વિચારે. દરેક વસ્તુમાં કરવા જેવું કરે, ન કરવા જેવું ન કરે, ગીતાર્થ કેટલું બધું જાણે ? ગીતાર્થ કેટલાની કાળી કિતાબ જાણે, છતાં ન બોલવા જેવું ન જ બોલે, મૌન રહે. સામાના જીવને એવો ઉપદેશ આપે કે તેના જીવનમાં ફાયદો થાય. સામાના જીવને લાભ થાય જ એવી રીતે વર્તે તે સમ્યગ્દષ્ટિ જાણવો. ગંભીરતા ગુણથી જીવન શોભી ઊઠે છે.
ત્રી વિજય શ્રેષ્ઠી પત્નીને તેડવા ગયો. રસ્તામાં સ્ત્રીએ પતિને કૂવામાં નાખી દીધો. કોઈએ બહાર કાઢ્યો. ઘરે ગયો. બધા. પૂછે છે, કેમ એકલા આવ્યા ? ગમે તે બહાનું બતાવી દીધું, વળી શુકન પણ સારા ન હતા એમ કહીને વાતને ભીની સંકેલી લીધી. જેટલું સાચું છે તેટલું બોલવાનું નથી. સ્વ-પરને હિતકારી હોય તે જ બોલવાનું છે. ફરી તેડવા જવાનો વખત આવ્યો. પત્ની તો તેમને જીવતાં જોઈને જ આશ્ચર્ય પામી. છતાં તે કંઈ જ બોલતો નથી. ભૂતકાળને ભૂલવામાં જ મજા છે. વ્યર્થનું વિસર્જન કરનાર જ સાર્થકનું સર્જન કરી શકે છે. ભૂતકાળમાંથી બોધ લેવો તે ડહાપણ છે. પણ ભૂતકાળને વાગોળવો તે આર્તધ્યાન છે. પત્નીને ઘરે લઈને આવ્યો. બહુ સારા સંબંધથી પૂર્વવત્ જીવન ચાલી રહ્યું છે. પત્ની સેવા કરે છે. એક દિવસ તે જમવા બેઠો છે. પત્નિની સેવા જોઈને તેને હસવું આવ્યું. પુત્રે હસવાનું કારણ પૂછ્યું. વાત ટાળવા પ્રયત્ન કર્યો. પણ ઘણા આગ્રહથી છોકરાની આગળ ન છૂટકે ખુલાસો કર્યો. પત્નીને ખબર પડતાં તે ત્યાં ને ત્યાં આઘાતથી મરી ગઈ. આવું કંઈ અનર્થ ન બને તે માટે બધાએ અત્યંત ગંભીર બનવું જોઈએ. ગંભીર બનવા માટે અલ્પભાષી બનવું અત્યંત જરૂરી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org