________________
૩૩
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
મન તેમાં ભળતું નથી. ઉપયોગ તેમાં ભળતો નથી. માટે તેઓ કાયપાતી હોય છે “ભવે તનુ ચિત્તે મોક્ષઃ” એવી તેમની અવસ્થા હોય છે. મતિજ્ઞાનનો ઉપયોગ સ્વરૂપ સાથે એકમેક હોય છે. આ છે સર્વવિરતિધરનું જીવન. સમકિત હોતે છતે જ દેશવિરતિ અને સર્વવિરતિ જીવન આવે છે.
ગાઢ મિથ્યાષ્ટિ જીવોનો ઉપયોગ વિષયમય બને છે વિષયોમાં તેઓ પીગળી જાય છે અને અહંકારી બને છે. વિષયમાં પીગળી જનારનો અહં જવો બહુ કઠિન હોય છે. તેઓએ “ચારી” ચરી છે પણ “સંજીવની' ચરી નથી તેઓ ઉપર ઉપકાર કરવો બહુ કઠિન છે.
એકવાર પ્રભુવંદના રે, આગમ રીતે થાય, કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય.
જિનવર પૂજો. (શ્રી સંભવનાથ સ્તવન). શ્રી અરિહંત અનંતજ્ઞાની, અનંતદર્શની, શુદ્ધ ચારિત્રી, અવિકારી, અકષાયી, સ્વરુપભોગી, સ્વરુપરમણી, સ્વરુપવિલાસી, રૈલોક્યપૂજ્ય, ગૈલોક્ય ઉપકારી, ચાલતા ભાવસૂર્ય, કર્મરોગના મહાવૈઘ, પરમેશ્વર, પરમોપકારી, તેને એકવાર પણ શાસ્ત્રમાં કહ્યા મુજબ ગુણ બહુમાને અદ્દભુતતા, આશ્ચર્યતા, તદ્વિરકાયરતાપૂર્વક વંદન કરવામાં આવે તો મારું મોક્ષરૂપ કાર્ય પ્રગટે.
એટલે શ્રી સંભવનાથ પ્રભુને વિધિપૂર્વક વંદન કરતાં, ઉપાદાન એવો જે આત્મા, તે ગુણાનુયાયિ થયો તો નિમિત્ત અને ઉપાદાન બહુ સાચા કારણ મળવાથી કાર્ય પણ સાચું ઉપજે.
જેમ સ્ત્રી, ધન, વિષયાદિક અશુદ્ધ નિમિત્ત મળે તે વખતે આત્મા અશુદ્ધ ઉપાદાની થાય, તેથી સંસાર અશુદ્ધતા રૂપ કાર્ય નિપજે છે - તેથી અનાદિકાળથી ન આવ્યું હોય તેવું અરિહંત બહુમાન પેદા કરવું જરુરી છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org