________________
૩૨૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પણ બકરાનો વધ તો નહીં જ કરું ! તે મક્કમ રહ્યો. આચાર્ય ભગવંતે શાસનની હિલના ન થાય તે માટે સૂર્યદેવની આરાધના કરી તેના કોઢ રોગનું નિવારણ કર્યું.
જે શ્રદ્ધાળુ છે તેને ક્રિયાના માધ્યમથી ધર્મ આપી શકાય છે. પણ જે શ્રદ્ધાળુ નથી, બુદ્ધિજીવી છે, બુદ્ધિશાળી છે તેને પદાર્થના માધ્યમથી ધર્મ આપતાં સફળતા મળશે. અહિંસા, સત્ય, અચૌર્ય, નિષ્પરિગ્રહતામાં સર્વદર્શનો ધર્મ માને છે તે ધર્મ આપો. અને બીજા ધર્મ કરતાં જૈનધર્મની વિશિષ્ટતા સમજાવો.
જેઓ અન્ય દર્શનમાં જન્મ્યા છે તેમને ચારીના ભેગું તત્ત્વ આપો તો ગ્રાહ્ય બનશે. જે સાધક તમારી પાસે આવ્યો છે, તે ધર્મમાર્ગે છે ? કે ધર્મ પામવા આવ્યો છે ? એ કયા દર્શનનો છે ? કોની છાયાથી તે પ્રભાવિત છે ? તેનો બોધ કેવો છે ? એ બધું ધ્યાનમાં લઈ તેને ધર્મ આપો, તો તે સાચો ધર્માત્મા બનીને આગળ વધશે. તેના સ્પોટ ઉપર ઘા કરશો તો તે ઉભગી જશે, ભાગી જશે, તમારી પાસે કદી નહીં આવે. સૌ પ્રથમ તમારા પ્રત્યે એના હૈયામાં આદર ઊભો કરો, બહુમાન ઊભું કરો, એની પ્રત્યેક વાતને સ્વીકારીને સમજાવો. તે જે દર્શનની વાસનાથી વાસિત છે તેની પ્રત્યેક ક્રિયાનાં યથાર્થ રહસ્યો બતાવો. તેમાં વિશેષ સમજાવો તે જેમ જેમ શ્રદ્ધાવાળો થશે તેમ તેમ સૂક્ષ્મ વાત સમજતો જશે. પણ તેના ખંડન-મંડનમાં ન પડો. અને જ્યાં તેમનામાં અને આપણામાં મતભેદ આવે છે તે વાતને ન છંછેડો. તે વાતને અડો નહીં. તે વાતને અત્યારે બોલવી ઉચિત નથી. અવસરે તે વાતની સમીક્ષા પણ કરી શકાય. ગીતાર્થ સમ્યગ્દષ્ટિ આત્મા બીજાને આવી રીતે ધર્મ પમાડે.
ભગવાન મહાવીર પાસે અગિયાર બ્રાહ્મણો આવ્યા છે તે બધા વેદ ઉપર આદરવાળાં હતાં, તેઓની વેદ ઉપર અતૂટ શ્રદ્ધા હતી. ત્યારે પરમાત્માએ વેદ ખોટા છે એમ પણ ન કહ્યું અને વેદ પૂર્ણ છે એમ પણ ન કહ્યું. માત્ર એટલું જ કહ્યું કે તમે વેદના અર્થ સમજવામાં જરા ભૂલ કરી છે. આ વેદપદનો અર્થ સ્યાદ્વાદથી આવો થાય છે. પ્રભુ positive approach વિધેયાત્મક વલણથી એને ધર્મ સમજાવે છે, ધર્મ પમાડે છે. નિષેધાત્મક વલણ negative approach છોડવા જેવો છે. પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણવાનું છે. “પણ તું ખોટો છે” “એ વ્યક્તિ ખોટી છે' એ કહેવા માટે નથી જાણવાનું. અધ્યાત્મ એ પૂરક પદ્ધતિ છે, પ્રેમપદ્ધતિ છે.
અધ્યાત્મષ્ટિ પામેલા જીવોમાં કરુણા હોય જ. સંસાર દુઃખમય છે. એ દુ:ખથી મુક્ત કરવા માટે કરુણા જ હોય. એના દોષ પર ભાર ન મુકતાં એનો દોષ કેમ ટળે એ રીતે જ પ્રયત્ન કરવાનો હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org