________________
આચારચુસ્તતા એ સ્વ પર ઉપકારક છે
૩૩૩
છે. એટલે તેની બળવત્તરતા સમજવી. કાળ પણ ચરમાવર્તનો હોવાથી હવે જીવની વિકાસયાત્રા શરૂ થવાની છે. શુક્લ બીજની ચંદ્રકળા જેમ પૂર્ણિમાના ચંદ્ર રૂપે બનનાર હોય છે તેમ અહીં અલ્પબોધ હોવાથી જાપ, પૂજા, સામાયિકાદિ અનુષ્ઠાન કાળે તે ન રહેતો હોવા છતાં પોતાના અસ્તિત્વની એક ચમક મૂકતો જાય છે. અનાદિકાળના મોહનાં વાદળાં-સંસ્કારો આડા આવી જાય છે તેથી પેલો પ્રકાશ ઢંકાઈ જાય છે.
(૨) તારા દૃષ્ટિનો બોધ છાણના અગ્નિકણ સદેશ હોવાથી તૃણકણથી જરા વધારે છે. પણ આ પ્રકાશ પણ લાંબો ટકતો નથી, ઝાંખો હોય છે, બળવાન નથી તેથી પ્રયોગ કાળે ઉપસ્થિત થતો નથી. અહીં સ્મૃતિની પટુતા ન હોવાથી સંસ્કાર દઢ થતા નથી અને સંસ્કારોની દઢતા ન હોવાથી તે અનુષ્ઠાન કાળે તેમાં ઉપયોગ રહેતો નથી એટલે દ્રવ્યઅનુષ્ઠાન બને છે.
વિષયોના સંસ્કારો સ્વાભાવિક રીતે મોહની પ્રચુરતા હોવાથી દેઢતર બનતાં હોય છે. આપણા જીવનને તપાસવા માટે યોગની દૃષ્ટિઓ જાણવાની હોય છે. યોગદષ્ટિ એ સાધનાની વિકાસયાત્રાને જણાવવા માટે આરીસો છે.
સ્મૃતિની પટુતાના અભાવમાં સંસ્કારોનું આધાન થતું નથી, તેથી તેનાથી જે પરિણતિ ઊભી કરવી હતી તે ન થવાથી વિકલ અનુષ્ઠાન બન્યું. સંસ્કારનું આધાન ન થવાથી અનુષ્ઠાનમાં વિકલતા – અપૂર્ણતા આવે છે.
(૩) બલા દૃષ્ટિમાં કાષ્ઠના કણ જેવો અગ્નિનો પ્રકાશ હોય છે આ બોધ પહેલી બે દષ્ટિના બોધ કરતાં વિશિષ્ટ હોય છે. તે કંઈક વધારે ટકે છે, પહેલી બે દૃષ્ટિ જેવો ઝાંખો પણ નથી. બોધનું વીર્ય અહીં વધારે હોય છે. વીર્યવાન બોધ શ્રવણ વખતે આત્માના વર્ષોલ્લાસ અને ભાવોલ્લાસથી પ્રગટે છે.
શ્રવણ પહેલાં મનને એમ થાય કે “મારે આત્માનું હિત જાણવું છે, આત્માને હિતકર તત્ત્વ જાણવું છે, જાણીને એનાથી મારું જીવન સુધારવું છે માટે બરોબર ધ્યાનપૂર્વક સાંભળતો જાઉં, અને એને હૃદયમાં અંકિત કરતો ચાલું, આ ભાવોલ્લાસ હોય; એટલે જેમ જેમ આગળ પાછળ સાંભળતો જાય તેમ તેમ “પાછળ પાછળનું પાછું યાદ રહ્યું છે ને ?' એ જોતો જાય, યાદ કરતો ચાલે. એમ કરવામાં વર્ષોલ્લાસ જોઈએ છે. ભાવોલ્લાસ અને વર્ષોલ્લાસથી એ રીતે સાંભળતો ને યાદ કરતો ચાલે, ત્યાં બોધ વીર્યવાન બને એટલે એના સંસ્કાર દીર્ઘજીવી અને દઢ વીર્યવાળા બને એટલે વંદનાદિ અનુષ્ઠાન વખતે એ સંસ્કાર જાગૃત થઈને અનુષ્ઠાનને બોધથી ભાવિત કરે.
આત્મામાં સદ્દવીર્ય છે એનો આ ઉપયોગ કરવાનો છે કે, શાસ્ત્ર પરિચયથી બોધને એવો વીર્યવાન બનાવીએ કે અનુષ્ઠાન ક્રિયા સાધતાં, ક્રિયા એ બોધથી ભાવિત થતી આવે.
Jain Education International 2010_05 .
For Private & Personal Use Only
www.jainelibrary.org