________________
નિશ્ચય-નિરપેક્ષ વ્યવહારધર્મ
૩૩૯
વધારે વ્હાલી લાગશે.
તમે કોને ઘંટો છો ? પ્રવૃત્તિથી ઘણો લાભ છે. તેના ઉપર બધો. આધાર છે એટલે સંસારમાં રહેવું, પણ રમવું નહીં. ઘંટવું નહીં એટલે અંદરથી અળગા રહો.
“સૌની સાથે અને સૌથી અળગા રહેવાની ધર્મકળા શીખી લેવાની છે. સૌની સાથે રહેવું એટલે બધા પ્રત્યેની ફરજો અદા કરવી અને સહુથી અળગા રહેવું એટલે કોઈની અપેક્ષા રાખવી નહિ. આપણા અધિકારની જમાવટ કરવી નહિ, અંદરથી વૈરાગ્ય રાખો તો ઘણું કામ થઈ જશે.
મહાવિરાગીને દેવલોકમાં સજા છે. તેઓને દેવલોકમાં પણ સતત લાગે છે. કે હું બેડીમાં ફસાયેલો છું અને એમાંથી ક્યારે નીકળું ? આ મંત્રનો અજપાજાપ સમકિતીને દેવલોકમાં પણ ચાલુ જ હોય છે.
ચોથી દીપ્રા દૃષ્ટિમાં દીપક જેવો પ્રકાશ હોય છે. અહીં બોધ સ્પષ્ટ હોય છે એટલે સ્થૂલ કષાય અને દોષો દેખાય અને નાના નાના દોષો પણ અહીં દેખાવા શરૂ થઈ જાય છે. અહીં શ્રદ્ધા વધી, વિવેક વધ્યો, હેયોપાદેયનું જ્ઞાન વધ્યું. અહીં બોધનો પાવર વધતાં અનુષ્ઠાનમાં આત્મા એકાકાર બને છે. કષાયની પરિણતિથી આત્માનો વિકાસ રૂંધાય છે. અહીં પટ્વી સ્થિતિ હોવાથી સંસ્કારધાન ઘણું હોય છે.
વૈરાગ્ય, જ્ઞાન, બોધ વધવાથી કષાયો દબાય છે. કષાયો એનું કામ કરવા સમર્થ બનતા નથી અને કદાચ કરે તો પણ તેનું બળ ઘટી જાય છે. અહીં વૈરાગ્ય અને મૈત્રી વગેરે ભાવોથી અનુષ્ઠાનમાં પ્રીતિ અને ભક્તિ બંને આવે છે. પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે અને માતા પ્રત્યે જેમ ભક્તિ હોય છે તેમ અહીં અનુષ્ઠાન ઉપર પ્રીતિની સાથે પૂજ્યભાવ ભળેલો હોવાથી આ અનુષ્ઠાન હિત કરનારા બને છે, આના સિવાય સંસારમાં કોઈ હિતકર નથી આવા ભાવથી ભક્તિ આવે છે. છતાં પણ અહીં સમ્યકત્વ ન હોવાથી દ્રવ્યઅનુષ્ઠાન બને છે. અહીં ભાવથી ક્રિયા હોવા છતાં, પ્રન્થિભેદ થયો નથી માટે કષાયોની ઓળખાણ, પરમાત્માની ઓળખાણ અને અનુષ્ઠાનમાં પરિણમન સમ્યત્વી જેવું ન હોવાથી દ્રવ્યઅનુષ્ઠાન કહેવાય છે.
પ્રથમની ત્રણ દૃષ્ટિની બોધની અલ્પતા હોવાથી અજ્ઞાનતાના કારણે અનુષ્ઠાન વિપરીત થાય છે. ચોથી દૃષ્ટિમાં બોધની વિપુલતા હોવા છતાં અનુષ્ઠાનકાળે સૂક્ષ્મ કષાયો, સૂથમ રાગાદિમાં ઉપાદેય બુદ્ધિ પડેલી છે તેથી અનુષ્ઠાનકાળે ભાવપૂર્વક પરિણમન શક્ય બનતું નથી.
પ્રન્થિભેદ પછી કષાય ઓળખી શકાય છે. કષાયો ઊંડાણમાં જતા નથી અને કષાયનો ઉદય ઉપરઉપરથી સ્પર્શીને જતો રહે છે. કાષાયિક પરિણામ અને સામાયિક ભાવને જુદા પાડી શકાય છે. ગ્રન્થિભેદ પહેલાં કષાયો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org