________________
નિશ્ચય-નિરપેક્ષ વ્યવહારધર્મ
જેમાં આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પામવાની રૂચિ નથી. તાલાવેલી નથી એ નિશ્ચયનિરપેક્ષ વ્યવહારધર્મ છે તે નીચલી કક્ષા છે. આ જીવોની બુદ્ધિ જડ હોવાથી ક્રિયામાં જ સર્વસ્વ માને છે. તો આની સામે વ્યવહારનિરપેક્ષ નિશ્ચયધર્મ માનવો એ પણ ભ્રમણા છે.. તપ, ત્યાગ, દાન, શીલ, સેવા, વિનય, આચારધર્મ, વૈયાવચ્ચ વગેરે. આ બધા આચારધર્મની જેમાં અપેક્ષા નથી પણ નિશ્ચયથી હું સચ્ચિદાનંદ છું, હું સિદ્ધ છું, હું બુદ્ધ છું. એવું બોલવું એ માયા છે તે તો પામવાનું છે. સ્વરૂપે તો આત્મા નિર્વિકલ્પ છે. તું બોલે છે, તેની ના નહીં, પણ હકીકતમાં તું તેવો નથી. પણ આવું મારું સત્તાગત સ્વરૂપ છે એ સમજીને તેને પ્રગટ કરવા માટે સાધના કરવી જરૂરી છે. આવું વિચારવું એ સાધન છે. તેમ વ્યવહારધર્મ પણ સાધન છે. એક સાધનને આગળ કરો અને બીજા સાધનને છોડી દો એ ચાલે ? ન ચાલે.
૧. પરિણામ સારા હોય તો ભાષા-ક્રિયા સારી હોય જ.
૨. ભાષા-ક્રિયા સારી હોય તો પરિણામને સુધરવું પડે જ છે, બન્ને લોહાગ્નિ ન્યાયે સાથે રહેલા છે. નિશ્ચયને ઘૂંટતાં વ્યવહાર આવે અને વ્યવહારનું પાલન કરતાં નિશ્ચય આવે છે. એકબીજાનું ખંડન કરવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. નિશ્ચયની વાતો કરનારા ઘણા છે પણ નિશ્ચય પામીને જીવન જીવનારા અને સ્વરૂપ પ્રાપ્ત કરનારા કોઈ વિરલા છે. બેમાંથી એકને પ્રામાણિકપણે પકડવાથી બીજું તત્ત્વ આવી શકે છે.
પ્રવૃત્તિ બગડેલી છે માટે પરિણામ બગડેલા રહે છે માટે પહેલા અઢાર પાપસ્થાનકની પ્રવૃત્તિને છોડો. પ્રવૃત્તિને સુધારતાં સુધારતાં પરિણતિને સુધારવી એ રાજમાર્ગ છે. પહેલા ગુણઠાણે ગુરુવિનય, પંચાચારપાલન, ગુરુકુલવાસથી ચારિત્ર આવે છે. પ્રવૃત્તિ સુધરશે તો આજે નહીં તો કાલે પરિણતિ સુધરી જશે. પ્રવૃત્તિ સુધારવાથી અંદરનો રાગ છૂટે છે એટલે ગુણસ્થાનક કહેવાય છે. પહેલાં અંતરમાં રાગ હોય છે. પણ ધીરે ધીરે તે રાગ છૂટી જાય છે. સમ્યગૂ પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે તેનું ચોક્કસ ફળ મળતું જ હોય છે. અને ભગવાને કહ્યું છે તે સાચું જ છે એમ સમજાય છે.
દા.ત. પરણેલી સ્ત્રીને પહેલે દિવસે પિયર કેટલું યાદ આવે ? એક-બે-દસ વર્ષ થાય, બે બાળકની માતા થાય પછી એટલું યાદ આવે ? ના, ફરક પડે છે ને ? પછી તો આ જ મારું ઘર. પિયર ભુલાઈ જાય છે. પ્રવૃત્તિ ઉપર ખૂબ આધાર છે. જે ચીજને જેટલી વધારે ઘૂંટશો તો તે ચીજ તમને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org