________________
આત્મવિકાસનાં પગથિયાં
સ્થિરાદષ્ટિમાં બોધ સ્થિર થાય છે. તે રત્નની કાંતિ જેવો છે. અપ્રતિપાતી છે. તેનો પાત થતો નથી, વળી વર્ધમાન છે એટલે પ્રથમની ચાર બીજી દષ્ટિમાં બોધ ઝાંખા પડે છે. તેથી જીવનું પતન સંભવિત બને છે. તેવું આ દષ્ટિમાં નથી બનતું. અહીં બોધ પ્રચંડ છે. સ્વરૂપને પામી ચૂક્યો છે, સ્વરૂપને અનુભવી ચૂક્યો છે. આત્માની રુચિ સ્વરૂપમાં ઠરવાની છે. સંસારનો તેનો બોધ પ્રતિબંધક બની શકતો નથી એટલે કે સંસારનું તેનું એવું કોઈ જ્ઞાન નથી કે તેને સ્વરૂપમાંથી ખસેડી શકે.
આત્મા વિષય-કષાયનું આલંબન લે તો તેને વિષય-કષાયના ભાવો થયા વિના રહે નહીં. અહીં સમકિતીને સતત ખ્યાલ છે કે મારે સ્વરૂપને પામવું છે તો મારા બોધને મારે નિર્મળ, સ્વચ્છ રાખવો જોઈએ એટલે તે સ્વરૂપને મલિન કરનારા વિષય અને કષાયથી આત્માને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે.
વિષય વિકારે ન ઇદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે શાસ્ત્રજ્ઞાનના અવલંબને, ચિંતન, મનનથી તેનો ઉપયોગ વિષયોમાંથી હટી જાય છે. જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનને મલિન કરનાર વિષય-કષાયો છે. એ વિષય-કષાયની આધીનતા જ જ્ઞાનને મલિન કરે છે. આપણે શ્રતના આલંબને મતિજ્ઞાનને પાવરફુલ બનાવવાનું છે. બોલવું-સાંભળવું એ શ્રુતજ્ઞાન છે એના ઉપર તમે જે વિચારો છો તે મતિજ્ઞાન છે. હું વિચારીને બોલું છું. તેથી મારે માટે એ અતિપૂર્વક શ્રત છે અને તમે સાંભળીને વિચારો છો તે શ્રુતપૂર્વક મતિ છે. ધારણા, સ્મૃતિ, વિચારણા, ચિંતન, મનન, ઉહ, અપોહ, લાગણી, તર્ક આ બધું મતિ છે. શ્રુતના ઓછા-વધતા આલંબનથી ધર્મ પમાય છે. શ્રુતથી મતિ વિકાસ પામે છે. શ્રુતના આલંબન વિના મતિ ડહોળાયા વિના રહે નહીં. સ્કૂલ-કોલેજનું શ્રુતજ્ઞાન મતિને ડહોળે છે માટે મિથ્યા છે. કષાયો મતિજ્ઞાનના ઉપયોગમાં રહે છે – મનમાં રહે છે.
સાધકે વ્યવહારનયે દેહના રાગને તોડવાનો છે, દેહ ઉપર આક્રમણ કરવાનું છે. નિશ્ચયથી મતિજ્ઞાનના ઉપયોગમાં શત્રુઓ છે, મતિજ્ઞાન મલિન છે તેને સ્વચ્છ બનાવવાનું છે. મતિજ્ઞાનને નિર્મળ બનાવવા માટે શ્રુત સહાયક બને છે.
સંસારના આલંબને મતિ બગડ્યા વિના રહેતી નથી. ખાલી કાયયોગ સાથે ઝઘડવાનું નથી. ખાલી કાયયોગ નિમિત્તે ધર્મ કરવાનો નથી પણ કહ્યાગરી કાયા દ્વારા મનને કેળવીને મતિજ્ઞાનને નિર્મળ કરવાનું છે. મતિજ્ઞાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org