________________
३४८
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
છે, તેમાં પણ પોતાને દુઃખ થાય છે. તે પાપને ખમાવે છે. આ જ તેની ઉત્તમતા છે. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલા ભવમાં મરુભૂતિ નામે શ્રાવક છે હરિશ્ચંદ્રાચાર્યની દેશના સાંભળવા દ્વારા સમકિત પામી દેશવિરતિપણું લીધું છે તે વખતે તે નગરીના રાજા અરવિંદે પણ તે મહાત્માની દેશના સાંભળી ધર્મ પામી શ્રાવકપણું સ્વીકાર્યું છે. આમ મરુભૂતિ અને રાજા અરવિંદ બંને ધર્મના સ્નેહે પરસ્પર જોડાયેલા છે.
તે વખતે પોતાનો મોટો ભાઈ કમઠ પોતાની જ પત્ની સાથે દુષ્ટ સંબંધથી જોડાયેલો છે. કમઠની પત્નીને આ દુષ્ટ સંબંધ ખટક્યા કરે છે. એટલે એક વખત મરુભૂતિને વાત કરે છે. પોતાનો ભાઈ આવું કરે તે માનવા મરુભૂતિ તૈયાર નથી કારણ કે સજ્જન આત્મા કોઈને વિપરીત નજરે જોવા તૈયાર નથી. સજ્જન આત્મા કોઈને શંકાની નજરે જોવા તૈયાર નથી. કમઠની પત્ની જ્યારે ખૂબ જ આગ્રહપૂર્વક કહે છે ત્યારે મરુભૂતિ તેની ખાતરી કરવા પોતે બે દિવસ બહારગામ જવાનું કહી નીકળી જાય છે અને પછી કાર્પેટિકના વેશમાં ત્યાં આવી પોતાના જ મકાનની ઓસરીમાં રાતવાસો કરે છે. ત્યાં આ બંનેની પાપલીલા નજરોનજર નિહાળી. આ જોઈને મરુભૂતિને ઘણું દુઃખ થયું પરંતુ મરુભૂતિને પોતાના ભાઈ ઉપર ગુસ્સો આવતો નથી.
માત્ર અંદરથી કરુણા આવે છે અને એક વિચાર આવે છે કે બિચારો કોઈપણ હિસાબે આ પાપથી બચી જાય તો સારું, એવી એકમાત્ર હિતબુદ્ધિથી રાજાને એક માત્ર ઈશારો જ કરે છે કે મારો મોટો ભાઈ ખોટા માર્ગે છે, જો આપનાથી પાછો ફરે તો સારું. આ જાણ્યા પછી રાજા કમઠને બોલાવે છે. તે બચાવ કરે છે. કોણે જોયું છે ? ક્યારે જોયું છે ? રાજા કહે દુષ્ટ - પારિષ્ઠ ! રાજ્યમાં રહીને આવાં પાપો કરે છે અને પાછો ગુસ્સો કરે છેિ ? રાજાએ દેશનિકાલ કર્યો. જુઓ કમઠને રાજા ઉપર ગુસો નથી આવ્યો પણ મરુભૂતિ ઉપર વૈર બંધાય છે. આ ભવમાં તો હું વૈર નહીં લઈ શકું. આ ભવમાં તેને કંઈ કરી શકું એમ નથી તેથી તે તાપસ થાય છે. વૈરપ્રવૃત્તિ ન હોવા છતાં વૃત્તિમાં વૈરાનુબંધ થતાં જાય છે. સમકિતીના કષાયો અલ્પ હોય છે. રેતીમાં કે પાણીમાં પડેલી રેખા સમાન હોય છે. કષાય આવે ને તરત ચાલ્યો જાય. મરુભૂતિને થાય છે કે મેં અપરાધ કર્યો છે, મેં પાપ કર્યું છે, મેં ભૂલ કરી છે, મારા નિમિત્તે ભાઈને લેશમાત્ર કષાય કે નુકસાન થાય તે જોઈ શકતો નથી. મારા નિમિત્તે ભાઈના સુખમાં અંતરાય થયો છે. ભૂલ હોય તો જ ક્ષમા માગવાની કે ભૂલ ન હોય તો પણ ક્ષમા માગવાની છે ? તમે કષાયમાં નિમિત્ત બન્યા છો તો ક્ષમા માગી લો. તમે ભાવથી નિરપરાધી હોવા છતાં તમારું અસ્તિત્વ એના માટે નિમિત્ત બની ચૂક્યું છે તો ખમાવી લ્યો. તમને નિમિત્ત બન્યાની ખબર પડી હોય અને
ન ખમાવો તે ન ચાલે. Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org