________________
૩૪૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
દ્વારા ક્ષપકશ્રેણી માંડવાની છે. ચોથું ગુણસ્થાનક મનોયોગ પ્રધાન છે. માન્યતા ઉપર આધારિત આ ગુણસ્થાનકે જીવે સ્વરૂપને ઓળખ્યું છે, અનુભવ્યું છે. તેના મતિજ્ઞાનની પરિણતિમાં સ્વરૂપની ઝાંખી સતત હોય છે. મિથ્યાત્વી મનોયોગ અને કાયયોગથી વૈષયિક સુખોને ભોગવે છે. સમ્યકત્વીને કાયયોગથી વૈષયિક સુખોને ભોગવતાં સમ્યક્ત્વ ટકી શકે છે. કારણ કે સમ્યક્ત્વ મનોયોગ પ્રધાન છે.
છ ગુણસ્થાનક કાયયોગ પ્રધાન છે. છકે ગુણસ્થાનકે રહેલા મુનિ ભગવંતો ભોગ ભોગવવા જાય તો પડે છે. સર્વવિરતિધરે તો તપ-ત્યાગ-સંયમ દ્વારા ચારિત્રની ઊંચી આરાધના કરવાની છે. કાયયોગના બળે મનોયોગ દ્વારા આગળ વધવાનું છે. સાતથી બાર ગુણસ્થાનક મનોયોગપ્રધાન છે. ક્ષપકશ્રેણી મનોયોગ-મતિજ્ઞાનના ઉપયોગથી માંડવાની છે.
સમ્યકત્વ, વિરતિ, ક્ષપકશ્રેણી, વીતરાગતા, કેવળજ્ઞાન આ બધું શ્રુતજ્ઞાનથી પરિકર્ષિત થયેલા મતિજ્ઞાનથી પામવાનું છે. પછી મન અમન બને છે, મતિજ્ઞાન પોતે નિર્વિકલ્પ વીતરાગ ઉપયોગ રૂપ બને છે, અને અંતે તે ઉપયોગ કેવળજ્ઞાનમાં પરિણામ પામે છે.
અક્ષરગ્રુત તમે જે કાંઈ સાંભળો છો તે શ્રુતજ્ઞાન છે. અક્ષરદ્યુતના ત્રણ ભેદો છે (૧) સંજ્ઞાક્ષર (૨) વ્યંજનાક્ષર (૩) લધ્યક્ષર.
(૧) અ, બ, ક એમ જે લિપી છે, બારાખડી છે તે સંજ્ઞાક્ષરદ્ભુત છે. તેની આશાતના કરવાથી પણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. માટે ખાતાં ખાતાં બોલવું નહીં. અશુચિ અવસ્થામાં બોલવું નહીં. વાંચવું નહીં, બેનોએ રજસ્વલાધર્મમાં (M.C.માં) પુસ્તક અડાય નહીં, બોલાય નહીં. આ બધી વિરાધના છે. બીસ્કીટ, દવા, કેસ્યુલ, પેંડા વગેરે ઉપર અક્ષર લખેલા હોય તેને ખવાય નહીં. દવા લેવી જ પડે તેમ હોય તો ચોખ્ખા પાણીથી અક્ષરો ભૂંસવા તો પડે જ.
(૨) આ અ, બ, ક વગેરેનો ઉચ્ચાર કરીએ છીએ તે વ્યંજનાક્ષર છે અને કમલ વગેરે શબ્દથી જે અર્થ જણાય છે તે લધ્યક્ષર છે.
અક્ષરોના સંયોજનથી શબ્દો બને છે અને શબ્દોના સમૂહથી વાક્ય બને છે. આ વાક્યો દ્વારા જે બોધ થાય છે તે બધું શ્રત છે. શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ છે અને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ઔત્પાતિક વૈયિકી કાર્મિકી અને પારિણામિકી ચાર ભેદો થતાં કુલ મતિજ્ઞાનના ૩૪૦ પ્રકારો થાય છે. આ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન તે સમ્યમ્ શ્રત છે અને એનાથી વિરુદ્ધ જે શ્રુતજ્ઞાન તે મિથ્યાશ્રત છે. આ ભેદો વ્યવહારનયથી છે. બાકી સમ્યત્વી માટે મિથ્યાશ્રુત પણ સમ્યગૂ છે. મિથ્યાત્વી માટે સમ્યમ્ શ્રત પણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org