________________
નિશ્ચયનિરપેક્ષ વ્યવહારધર્મ
૩૪૧
શક્ય નથી. જેને તમારા શરણમાં આત્મકલ્યાણ દેખાય છે એને ઠુકરાવવા એ પણ વ્યાજબી નથી. શિષ્યને ગુરુના અનુવર્તક બનાવી માર્ગસ્થ બનાવવા એ જ હિતકર છે.
સમ્યગ્દષ્ટિ આત્માનો અનુષ્ઠાનોમાં પ્રયત્ન હોય તેવો પ્રયત્ન અહીં નથી. ચોથી દૃષ્ટિમાં આટલો જ પ્રકર્ષ હોય છે. પ્રન્થિભેદ નથી માટે તત્ત્વથી ચોથું ગુણસ્થાનક પણ નથી.
આતમરામ અનુભવ ભજો, તજો પરતણી માયા; એહ છે સાર જિન વચનનો, વળી એ શીવ છાયા
શુદ્ધ નય અર્થ મન ધારીએ. આત્મા જેમ જેમ પર સાંયોગિક ભાવના મમત્વ ભાવથી અળગો થઈ શુદ્ધાનુભવનું આસ્વાદન કરતો રહેશે, તેમ – તેમ તે આત્મા મુક્તિના અનંત – અક્ષય – શાશ્વત સુખને મેળવશે.
तवइ तवं चयइ चरणं
सुयं पि नवपुर जाव अन्भसइ । पर सुहे सुहत्तं,
ता नो सम्मत्तचित्राणं ॥ (ગમે તેટલો) તપ કરે, ચારિત્ર પાળે, નવપૂર્વ સુધી શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરે, તો પણ જ્યાં સુધી પર (પોદ્ગલિક) સુખમાં સુખત્વની બુદ્ધિ છે ત્યાં સુધી સમ્યક્ત્વ થયું નથી...
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org