________________
પાંચમી સ્થિરાદૃષ્ટિનું સ્વરૂપ
स्थिरा तु भिन्नग्रन्थेरेव भवति तद्बोधो रत्नप्रभासमान सतभावाऽप्रतिपाति प्रवर्धमानो निरपायो नापरपरितापकृत
परितोषहेतुः प्रायेण प्रणिधानादियोनिरिति । ટીકાનો અર્થ : ગ્રંથિભેદ કર્યો હોય તેને સ્થિરાદષ્ટિ પ્રાપ્ત થાય છે. રત્નની કાંતિ જેવો તેનો બોધ હોય છે. એ બોધ અપ્રતિપાતી (નાશ નહિ પામવાના સ્વભાવવાળો), વધતો જતો, કોઈ પણ જાતના અપાય અર્થાતુ અનર્થ વિનાનો, બીજાને સંતાપ નહિ કરાવનારો. નિર્દોષ આનંદકારી અને પ્રાયઃ પ્રણિધાન-પ્રવૃત્તિ વગેરે પાંચ આશયોની ઉત્પત્તિનું કારણ છે.
પાંચમી સ્થિરાદેષ્ટિમાં સમકિતની પ્રાપ્તિ છે. અહીં રત્નની કાંતિ જેવો બોધ હોય છે. ચોથી દષ્ટિમાં દીવાનો પ્રકાશ હતો. દીવો પવનથી બુઝાઈ પણ શકે છે, તેલ ખૂટવાથી અલ્પ પ્રકાશ પણ થઈ શકે છે, અહીં તો રત્નનો પ્રકાશ એટલે તેલ, વાટ જેવા કોઈ સહાયક દ્રવ્યની જરૂર નહીં. પવન પણ તે પ્રકાશને પ્રતિબંધક બની શકતો નથી કારણ કે અહીં બોધ અપ્રતિપાતી છે. ગ્રન્થિભેદ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. અંદરથી વિચારોની સરવાણી તાત્ત્વિક રીતે વહેતી હોય છે. પૂર્ણ વિવેક છે. અને આ સમ્યગ્દર્શને આવ્યા પછી તેની હાજરીમાં કોઈપણ મનુષ્ય કે તિર્યંચ, તે નિયમાં વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે.
પહેલી ચાર દષ્ટિમાં કષાયોની મંદતા હતી, અહીં પાંચમી દૃષ્ટિમાં તો આત્મા કષાયોથી છૂટો પડી આત્મઘરમાં જાય છે. ઘર ભાળી જાય છે ત્યાં જે આનંદ પડ્યો છે, નિધાન રહેલું છે, શાંતરસ રહેલો છે તે જોઈ જાય છે. સ્વરૂપનો આનંદ તે પામે છે. આ અનુભવથી સમજાય તેવી ચીજ છે. અનુભવ પ્રમાણ એ અંતિમ પ્રમાણ છે.
પ્રશ્ન : આગમ પ્રમાણ ચડે કે અનુભવ પ્રમાણ ચડે ?
ઉત્તર : લાખો વર્ષના શાસ્ત્રાભ્યાસ કરતાં એક અંતર્મુહૂર્તનો અનુભવ ચડિયાતો છે. પ.પૂ. ઉપાધ્યાયજી મ.સા. શ્રીપાળ રાજાના રાસના ચોથા ખંડની તેરમી ઢાળમાં કહે છે.
“મારે તો ગુરુ ચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો રે,
અદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમ રતિ હુઈ બેઠો રે” સમ્યત્વનો આનંદ છૂપો રહી શકતો નથી. આગમ અગમ તત્ત્વને પામવા માટે છે. શાસ્ત્ર કરતાં ગુરુની ઉપાસના કઠિન છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો. છે. અને ગુરુની ઉપાસનાથી મર્મ મળે છે, માર્ગાનુસારી બોધ મળે છે. આ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org