________________
આચારચુસ્તતા એ સ્વ પર ઉપકારક છે.
૩૩૭
સંસાર, કર્મબંધ કરાવનારી દુષ્ટ પ્રવૃત્તિથી ચાલે છે એટલે સૌ પ્રથમ તેનાથી વિપરીત પ્રવૃત્તિધર્મ બતાવવો જોઈએ. માટે જ પહેલો આચારધર્મ આવે છે. હિંસાની સામે અહિંસા બતાવો, પત્ની પ્રત્યે રાગ છે, તેની સામે પરમાત્માનો રાગ ઊભો કરો. પ્રવૃત્તિની સામે પ્રવૃત્તિ જોઈએ. અસર્જાિયા સામે સર્જિયા લાવીને બેસાડી દો. ક્રિયાધર્મનો negative લાભ સો ટકા છે. સંસારની પ્રવૃત્તિથી તે કાળે જે કર્મ બંધાવાના હતા. તે ન બંધાય એ લાભ
ઓછો નથી. પોઝીટીવ લાભમાં ક્રિયા કાળે જેટલો ઉપયોગ ભળે છે તેટલી નિર્જરા અને પુણ્યબંધ થાય છે. માટે જ અનાચારની સામે સદાચાર મૂક્યા
સંસાર પણ પદાર્થનું જ્ઞાન, શ્રદ્ધા અને તેની પ્રવૃત્તિથી ચાલે છે. અસત જ્ઞાન -દર્શન-ચારિત્રથી સંસાર ચાલે છે તેની સામે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર મૂક્યા છે.
પરિણતિને મુખ્ય કરીને તેના નામ ઉપર પરિણતિને પેદા કરનાર પ્રવૃત્તિનો અપલાપ કરવો તે દંભ છે. નિશ્ચય ધર્મની વાતો કરનારા આચારને ઉડાવે છે તે દંભી છે. અનંતકાળથી અનંતી ધર્મની ક્રિયા કરી છે, આવી વાતો કરનારાઓના અંદરમાં દંભ રમે છે. આત્મા અંદરથી વિષય-કષાયથી રંગાયેલો છે. સંસારમાં મજૂરી કરવી નથી અને ખાલી ધર્મની વાતો કરવી છે. અનંતીવાર ધર્મની ક્રિયા કરનારાઓને ખબર જ છે કે અનંતીવાર ખાવા-પીવાની ક્રિયાઓ પણ કરી છે. તો તેના ઉપર પ્રતિબંધ કેમ નથી મૂકતા, ક્રિયાત્મક ધર્મ કરવાથી પણ દેવલોક તો મળ્યો જ છે અને આસક્તિની ખાવાની ક્રિયા કરવાથી નરક પણ મળી જ છે. તો આ વાતને કેમ મહત્ત્વ અપાતું નથી. દંભીનો કદી મોક્ષ થાય જ નહીં. ધર્મમાં ખોટો-દંભ ચાલે જ નહીં. એવાને અનંતીવાર ગર્ભમાં જવું પડે છે.
જેને હજી પરિણતિમાં ધર્મ આવ્યો નથી અને એનો આચાર છોડાવી દેવામાં આવે તો તેને ઉન્માર્ગે ચડાવી દીધો સમજવો અને એવો જીવ સંસારમાં રુલે છે.
દોષપક્ષપાત એ મિથ્યાત્વની ભૂમિકા છે. દોષત્રાસ એ સમ્યક્ત્વની ભૂમિકા છે. દોષહાસ એ વિરતિની ભૂમિકા છે. દોષનાશ એ સિદ્ધની ભૂમિકા છે.
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org