________________
૩૩૨
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
(૧) મિત્રા દૃષ્ટિમાં તૃણ એટલે ઘાસના અગ્નિનાં એક કણમાં જેટલો પ્રકાશ હોય છે તેટલો બોધ હોય છે. અહીં ઘાસનો પૂળો કે ઘાસનો ગંજ અપેક્ષિત નથી પણ ઘાસનું એક તણખલું. એક કણ–તેનાથી કેટલો પ્રકાશ થાય ? તે પ્રકાશ ટકે પણ કેવો ? અહીં અત્યંત અલ્પવીર્ય, અલ્પ સામર્થ્ય હોવાથી બોધ ટકતો નથી. જીવનમાં ઈષ્ટ કાર્ય કરવા સુધી બોધ ટક્તો નથી. આ બોધ નિર્બળ હોવાથી મંદ છે અને તેનાથી સંસ્કારો ઊભા કરી શકાતા નથી. અનુષ્ઠાન કરતી વખતે બોધ ગેરહાજર હોવાથી આ દ્રવ્ય અનુષ્ઠાન બને છે.
(૨) તારા દૃષ્ટિમાં ગોમય = છાણના અગ્નિના કણ જેટલો બોધ હોય છે.
(૩) બલા દૃષ્ટિમાં કાષ્ઠના અગ્નિના કણીયાના પ્રકાશ જેટલો બોધ હોય છે. (૪) દિપ્રા–અહીં દીપકની ઉપમા જેવો પ્રકાશ છે.
આ જીવમાં મોહનું સામર્થ્ય પ્રચંડ છે કે સમજવા છતાં જીવને બોધનો, જ્ઞાનનો, વૈરાગ્યનો પ્રકાશ થવા છતાં સંસ્કાર જ ન પડવા દે, જીવને આગળ વધવા ન દે. જે ક્રિયા આદર, બહુમાન, ભક્તિ, પ્રીતિ, રુચિ, ઉપયોગપૂર્વક કરાય તો તેના સંસ્કાર પડે છે અને તે સંસ્કાર ક્રિયા વખતે ઉપસ્થિત થાય છે. અને મોહને કાપીને આગળ વધી શકે છે.
પ્રશ્ન : તમે એક બાજુ એને દૃષ્ટિ કહો છો, બીજી બાજુ ઘાસના તણખલા જેટલો પ્રકાશ – બોધ કહો છો. તો તે કાર્યસાધક કઈ રીતે બની શકે ? શું એટલા કણથી રાંધી શકાય ?
ઉત્તર : અરે અનંતકાળના જે અંધકાર હતા તે આ કણના બોધથી ચિરાયા છે. જીવ યોગદૃષ્ટિમાં આવ્યો છે, અપુનબંધક બન્યો છે. અંધારું વધારે ચિરાતાં જીવને વધુ ને વધુ મોક્ષમાર્ગનો પ્રકાશ મળશે. જીવ ગાઢ અંધકારમાં છે. સાવ અંધકારમાં છે તેમાં પણ તણખલું સળગે તો કંઈક પ્રકાશ તો આપે જ ને ? કંઈક આનંદ તો થાય જ ને ? હજી તો દૃષ્ટિની શરૂઆત છે. આ ચીજ નકામી નથી. દા.ત. એક માણસ છે. ગાઢ નિદ્રામાં છે. ૯૯ બૂમ પાડી, તોય ન જાગ્યો. સોમી બૂમે જાગ્યો છે. તો ૯૯ બૂમો નકામી ગઈ ? ના, ૯૯ બૂમે અંદર સંસ્કાર નાંખ્યા છે જેથી સોમી બૂમ તેને જગાડવા માટે સમર્થ બની છે. આ જ પ્રક્રિયા સર્વત્ર દેખાય છે. દા.ત. એક ઈટ હોય, તેમાં ૯૯ પાણીનાં ટીપાં નાંખ્યાં બધા શોષાઈ ગયા. ઈટ કોરી કટ દેખાય છે. હવે સોમા ટીપે તે ભીની થતી જણાય છે તો ૯૯ ટીપાં નકામાં ગયાં કહેવાય ? ૯૯ ટીપાંએ અંદરમાં કામ કર્યું છે.
અચરમાવર્તિમાં, અનાદિકાળના અજ્ઞાનમાં, મોહાંધકારમાં જીવ પાસે કોઈ દષ્ટિ જ ન હતી તેની અપેક્ષાએ અહીં બોધ ભલે અલ્પ છે પણ સમ્યમ્
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org