________________
ચારિસંજીવનીનું દષ્ટાંત
૩૨૭
કહે છે કે, -
“पक्षपातो न मे वीरे, न च द्वेषः कपिलादिषु ।
युक्तिमद् वचनं यस्य, तस्य कार्य परिग्रहः ॥ મને વીર પ્રભુ ઉપર રાગ નથી અને કપિલ, ગૌતમ, કણાદ વગેરે ઉપર લેશ માત્ર પણ દ્વેષ નથી. તર્કની સરાણ ઉપર ચડતાં જે વચન યુક્તિયુક્ત લાગે છે તે હું સ્વીકારું છું.
કુમારપાળને બે વાત બરોબર બેસી ગઈ કે દેવ એ તો વીતરાગ જ હોવા જોઈએ અને ધર્મ એ અહિંસામય જ હોવો જોઈએ. દેવ રાગી હોય તો આપણામાં અને એનામાં શું તફાવત ? અને અહિંસા પણ દ્રવ્યભેદ, નયભેદે જુદી જુદી અપેક્ષાએ સૂક્ષ્મ, સૂક્ષ્મતર બતાવનાર જૈનદર્શનને સમજવા માટે પણ તટસ્થ બુદ્ધિ જરૂરી છે. ધર્મ આચરણ ઈચ્છતાએ અહિંસાને અણીશુદ્ધ આચરવાની છે. કુમારપાળના ભૂતપૂર્વ ગુરુ દેવબોધિને ખબર પડી કે રાજાએ જૈનધર્મ સ્વીકાર્યો છે, જૈન બની ગયો છે. તેને ચલિત કરવા માટે દેવબોધિ કુમારપાળને બોલાવી, દૈવી શક્તિથી તેની સાત પેઢીને ઉતારીને તેમની પાસે બોલાવે છે કે તે આ શું કર્યું? અમે બધા કુળાચારના ધર્મને આરાધી દેવલોકમાં ગયા છીએ ને તું આ શું કરે છે ? જો તો ખરો કે અમે કેટલું બધું સુખ ભોગવીએ છીએ. તું પાછો આપણા ધર્મમાં સ્થિર થા. આ પ્રસંગ જોઈ કુમારપાળ વિમાસણમાં પડે છે. હેમચંદ્રાચાર્ય મહારાજને થયું કે દેવબોધિ રાજાને સાચી શ્રદ્ધાથી ભ્રષ્ટ કરશે. આ અનિષ્ટને નિવારવા માટે આચાર્ય ભગવંતે ૨૧ પેઢી ઉતારી. બધા દેવલોકનાં સુખોનું વર્ણન કરે છે. દેવબોધિએ પણ કમર કસી છે. પાલખી બનાવી, કાચા સૂતરના તાંતણે બંધાવી અને નાના બાળક પાસે ઉપડાવી. કુમારપાળને ચમત્કારથી આવર્જિત કરવાના પ્રયત્ન કરે છે. રાજાએ બધી વાત મંત્રીશ્વરને કહી. અને મંત્રીશ્વરે આચાર્ય ભગવંતને કહી. આચાર્ય ભગવંતે કહ્યું, રાજાને આવતી કાલે વ્યાખ્યાનમાં લઈ આવજો.
બીજે દિવસે વ્યાખ્યાનમાં ઉપરાઉપરી સાત પાટ ગોઠવી. સાતમી પાટે પૂ. આચાર્ય ભગવંત બિરાજમાન થયા. ધીરે ધીરે નીચેથી એક એક પાટ ખેંચી લેવામાં આવી. બધી પાટ નીકળી ગઈ છતાં સાવ અધ્ધર દોઢ કલાક ઉપદેશ આપ્યો. કુમારપાળ આશ્ચર્યચકિત થઈ ગયા. પૂછે છે, પ્રભો ! આમાં સાચું શું છે ? હેમચંદ્રમહારાજ કહે છે કે આ બધું મિથ્યા છે, ઇન્દ્રજાળ છે, માયા છે, પ્રાણાયામની કળાથી સાધ્ય છે. એ દેવબોધિએ બતાવ્યું તે પણ ખોટું છે. અને મેં બતાવ્યું તે પણ ખોટું છે. સર્વજ્ઞ પ્રરૂપિત વચન જ સત્ય છે. આ પ્રતીતિ થતાં તે સાચો શ્રાવક બને છે.
હવે કંટકેશ્વરી દેવી તેને ચલિત કરવા માટે માથામાં ત્રિશૂળ મારે છે, શરીરે કોઢ રોગ ઉત્પન્ન કરે છે પણ રાજા કહે છે મરી જાઉં તો ભલે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org