________________
૩૨૬,
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
કે જેઓને જૈનદર્શન મળ્યું નથી. વીતરાગ, સર્વજ્ઞ અરિહંત ભગવાન દેવ તરીકે મળ્યા નથી. અને અન્ય દર્શન પામ્યા છે. અન્ય દેવ મળ્યા છે તેઓને બીજા બધા ધર્મ ખોટા છે અને વીતરાગનો ધર્મ જ સાચો છે એમ કહી જૈનદર્શન આપી ન દેવાય. બધા દેવની ઉપાસના કરતાં સાથે સાથે વીતરાગની ઉપાસના પણ આવી જશે. બધા દેવોનું સ્વરૂપ વિચારતાં વીતરાગનું સ્વરૂપ પણ એની દષ્ટિમાં આવશે, બધાનો ઉપદેશ સાંભળતાં વીતરાગનો ઉપદેશ પણ સાંભળશે અને ચારો ચરતાં જેમ સંજીવની મળી જાય તેમ તે જીવો વીતરાગનો ધર્મ પામી જશે. આ બધા ધર્મો કરતાં વીતરાગનો ધર્મ ઊંચો છે એ ખ્યાલ આવશે. પણ ધર્મથી એ વંચિત રહેશે તો સંજીવનીરૂપ વીતરાગ ધર્મ પણ કેવી રીતે મળશે.
જુઓ, કુમારપાળ પહેલાં જૈન ન હતા. કુમારપાળ હેમચંદ્રાચાર્ય મહારાજને પૂછે છે, પ્રભો ! કયો ધર્મ સાચો ? અને મારે કયો ધર્મ કરવો ? હેમચંદ્રાચાર્ય મહારાજ તે વખતે એમ નથી કહેતા કે જૈનધર્મ સાચો છે, તે તું કર, હિંમેશાં ધર્મ પરીક્ષા કરીને ઓળખવાનો છે એટલે જવાબ આપે છે કે, “હે રાજન્ ! તમારે બધા ધર્મો આરાધવા જેવા છે. તમારે માટે બધા દેવ ઉપાસ્ય છે.” આચાર્ય ભગવંત સમજે છે કે બધા દેવોનું સ્વરૂપ તે જાણશે ત્યારે તે પોતાની મતિથી જ નિર્ણય કરી શકશે કે કયા દેવ શ્રેષ્ઠ છે ? ધર્મ એ લાદવાની ચીજ નથી. પણ અંદરથી ઉગાડવાની ચીજ છે. એટલે વીતરાગ એ સર્વદોષરહિત છે અને સર્વગુણયુક્ત છે એવું તેને સમજાઈ જશે ત્યારે તે તેનું મૂલ્યાંકન કરી શકશે જ. આ જ વાત તમે શ્રી ભક્તામર સ્તોત્રની સત્તાવીસમી ગાથામાં બોલો છો,
को विस्मयोऽत्र यदि नाम गुणैरशेष स्त्वं संश्रितो निरवकाशतया मुनीश ! दोषैरुपात्तविविधायजातगर्वैः
स्वप्नांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि !॥ હે મુનીન્દ્ર ! સમસ્ત ગુણો, બીજે જગ્યા ન મળવાથી તારામાં રહ્યા છે તેમાં આશ્રર્ય શું છે ? વળી વિવિધ જીવોમાં આશ્રય લેવાથી ગર્વિષ્ઠ બનેલા દોષો તો તમને સ્વપ્નમાં પણ જોયા નથી.’
આથી નક્કી થાય છે વીતરાગ દેવ શ્રેષ્ઠ છે.
વીતરાગતા શંકર પાસે રહેવા ગઈ તો પાર્વતી બાજુમાં બેઠેલી હોવાથી પાછી આવી, નિર્ભયતા શસ્ત્રધારી દેવો પાસે રહેવા ગઈ ત્યાં ભયસૂચક શસ્ત્રોને જોવાથી તે પણ પાછી ફરીને વીતરાગ પાસે આવી ગઈ. આમ શ્રી વીતરાગ પ્રભુ સર્વગુણયુક્ત છે અને સર્વદોષમુક્ત છે. અને તેમણે બતાવેલો
અહિંસામય ધર્મ જ શ્રેષ્ઠ છે. ૧૪૪૪ ગ્રંથના રચયિતા હરિભદ્રસૂરિજી મહારાજ Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org