________________
૩૨૪
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
તે ઉપદેશને પાત્ર બને છે. મોટાને મોટો દંડ થાય છે. એક વખત ભારતીય બેરિસ્ટર છે. અંગ્રેજી જજ છે. કોર્ટમાં કેસ ચાલે છે. ઈગ્લિશમાં બધી વાતો થાય છે. ભારતીય બેરિસ્ટરે બોલવામાં ભૂલ કરી. બોલતાં બોલાઈ ગયું. you don't know anything” અને પેલા અંગ્રેજ જનો પિત્તો ગયો what do you want to say, I know more than you UCL બેરિસ્ટરને લાગ્યું કે કાંઈ બફાઈ ગયું છે એટલે એને સુધારવું પડ્યું yes my lord, you know everything.
એ જ પ્રમાણે પરમાત્માનું શાસન પામ્યા છીએ. સાધુ થયા પછી બીજા પર ઉપકાર ન કરીએ તે ન ચાલે. શક્તિ હોતે છતે ઉપકાર કરવાનો છે. પાત્રતા વિના ઉપકારનો અભરખો કરવા જેવો નથી. માર્ગ પમાડતાં ધ્યાન રાખવું કે કોઈ અધર્મ તો નથી પામતો ને ! કેટલાકના રાગને તોડીને ધર્મ પમાડવાનો હોય છે તો કેટલાકનો ષ દૂર કરવા માટે રાગથી ધર્મની શરૂઆત કરવાની હોય છે. કોઈના હૃદયને ભાંગીને પમાડવાનું હોય છે, કોઈના હૃદયને જોડીને પમાડવાનું હોય છે. સમ્યક્ત્વી ગંભીર છે, ઉદાર આશય છે. તેની ઉપકાર કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે.
पूयणट्ठी जसो कामी, माणसम्माण कामए ।
बहु पसवइ पावं मायासल्लं च कुव्वइ ॥ જે મનુષ્ય પૂજાનો અર્થી, યશનો ઈચ્છક તેમ જ માન - સન્માનની ઈચ્છાવાળો છે, તે ઘણાં પાપો કરતો હોય છે, કેમ કે તે માયા (કપટ) શલ્યને સેવતો હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org