________________
ઉદાર અને ગંભીર આશય એ
સમકિતીની મોનોપોલી છે
સમ્યત્વી ઉદાર આશયવાળો હોય છે. ગમે ત્યારે નિર્ણય લે તેમાં ક્યાંય પોતાનો સ્વાર્થ ન હોય. તેનો નિર્ણય સામાને હિતકારી જ હોય.
આજે તો ઘણા શ્રીમંતો એવા જોવા મળે કે બે લાખ રૂ. નો જમણવાર કરે. પણ રસોઇયાને ૨૫ રૂ. વધારે આપવામાં ખેંચતાણ કરે. મોટી બોલી બોલનારાઓ પણ નોકરો પાસેથી કામ ઘણું લેતા હોય અને આશ્રિતોને સાચવતા ન હોય, તેમના પગાર ટાંચા હોય તો તે ઉદારતા ગુણનો અભાવ સમજવો. ૫000 રૂ.નું ઘી બોલનાર ૫ રૂ. ફૂલવાળાને વધારે ન આપી શકે, આઠ આના માટે કૂલી જોડે ઝઘડો કરે, ડોળીવાળાને ખુશ ન કરે તો તે બધું શોભાસ્પદ નથી. ઉદાર વ્યક્તિ બધાને ખુશ કરે. અને શક્તિ પ્રમાણે ઘી બોલીને પ્રભુભક્તિ કરે. પરિણતિને સાચવવી બહુ જરૂરી છે. નાની નાની બાબતમાં પણ જતું કરવાની વૃત્તિ હોવી આવશ્યક છે. પકડ રાખવી એ ઉદારતાનો અભાવ કહેવાય. નાની બાબતમાં માથું મારવું નહિ તે મહાનતા છે. નાની બાબતમાં માથું મારે, દરેક વાતમાં હસ્તક્ષેપ કરે તે મહાન બની શકે નહિ. મોટો માણસ નાની વાતમાં માથું મારે નહિ. પ્રત્યેક વાતમાં પોતાની વાતને પકડી રાખવી એ અહંકારસૂચક છે. આવી વ્યક્તિને સમ્યક્ત્વ ક્યાંથી આવે ?
શ્રી તીર્થકરોનું હૃદય છદ્મસ્થ અવસ્થામાં વિશ્વના ભવિ, અભવિ, દુર્ભવિ સર્વ જીવો પ્રત્યે કરુણા અને વાત્સલ્યથી ખીચોખીચ ભરેલું હોય છે. અને એના પ્રભાવે તીર્થંકર નામકર્મ બાંધે છે અને તેના રસોદય વખતે કેવળજ્ઞાની ભગવાનને વાણીના પાંત્રીસ ગુણ, ચોત્રીસ અતિશય પ્રાપ્ત થાય છે. છએ ઋતુ સમકાળે ફળે છે. કુદરત પણ ધર્માત્માને અનુકૂળ બને છે અને પાપીને પ્રતિકૂળ બને છે. સર્વ જીવો પ્રત્યે નિષ્કામ પ્રેમ અને વાત્સલ્ય ઊભરાય છે ત્યારે આવા ભાવો બને છે. તેના હૃદયમાં દેવોનો પણ વાસ થાય છે. સર્વે સાત્ત્વિક દેવો આવા ગુણિયલ માનવના હૃદયમાં વસવાનું પસંદ કરે છે. દેવલોકના દિવ્ય ભોગો તેમને તુચ્છ લાગે છે. આવા કરુણાપૂત, ક્ષમામૂર્તિ મહામાનવનાં દર્શન કર્યા પછી દેવોને દેવલોકમાં રહેવું ગમતું નથી. દેવલોક રહેવા જેવો લાગતો નથી. આવું ઉત્તમ હૃદય માનવ કેળવી શકે છે. દેવોના હૃદયમાં દૈવી ભોગોની ભૂખ હોવાથી તેઓ આવું હૃદય કેળવી શકતા નથી.
માત્ર શાસ્ત્રો ભણવાથી બધા કોયડા ઉકેલાતા નથી, પણ માર્ગાનુસારી ક્ષયોપશમ પદાર્થને, સાધનાને સ્પષ્ટ જોઈ શકે છે, બતાવી શકે છે. ક્ષયોપશમમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org